નવા મહિનાની શરૂઆતમાં જ હવાઈ મુસાફરો માટે સારા સમાચાર, હવે હવાઈ મુસાફરી બનશે સસ્તી, એટીએફની કિંમતમાં કરાયો છે મોટો ઘટાડો

Lok Patrika
By Lok Patrika
Share this Article

હવાઈ મુસાફરો માટે નવા મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં ફ્લાઈટના ભાડામાં ઘટાડો થઈ શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણ એટલે કે એટીએફની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બાદ એટીએફમાં ૧૧.૭૪ ટકાનો મસમોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા મહિનાની શરૂઆતમાં એવિયેશન ટર્બાઇન ફ્યુલ(એટીએફ)ની કિંમત ઘટીને ૧,૨૧,૯૧૫.૫૭ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આજથી તેમાં પ્રતિ કિલોલીટર ૧૬,૨૩૨.૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અગાઉ દિલ્હીમાં એટીએફની કિંમત ૧,૩૮,૧૪૭.૯૩ રૂપિયા હતી. ગત મહિનાની ૧૬ તારીખે પણ ૨.૨ ટકા એટલે કે ૩૦૮૪.૯૪ રૂપિયાનો કાપ કરવામાં આવ્યો હતો. આ ઘટાડા પછી એટીએફની કિંમત કોલકાતામાં ૧,૨૮,૪૨૫.૨૧ રૂપિયા, મુંબઈમાં ૧,૨૦,૮૭૫.૮૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૨૬૫૧૬.૨૯ રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે. જાેકે સ્થાનિક કરવેરાને કારણે દર રાજ્ય-રાજ્યમાં બદલાઈ શકે છે. કોઈપણ એરલાઈનના સંચાલન ખર્ચમાં એટીએફનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. તેથી તેની કિંમતમાં વધઘટ હવાઈ ભાડાને સીધી અસર કરે છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની ૧લી અને ૧૬મી તારીખે એટીએફની કિંમતમાં ફેરફાર કરે છે. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતના આધારે કરવામાં આવે છે. એરલાઈન્સની કામગીરી ખર્ચમાં લગભગ ૫૦ ટકા એટીએફનો હિસ્સો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. તે એક સમયે ૧૩૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી.

આ કારણે દેશમાં એટીએફની કિંમતમાં અનેક ગણો વધારો થયો અને તે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.પરંતુ તાજેતરના દિવસોમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં નરમાઈ આવી છે. અત્યારે તે ૧૦૦ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧.૧ ટકા અથવા ૧.૧૯ ડોલર ઘટીને ૧૦૨.૭૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ પણ ૧.૫ ટકા ઘટીને ૯૭.૧૯ ડોલર પ્રતિ બેરલ પર હતું. હવે એટીએફસસ્તું થવાથી એરલાઇન કંપનીઓ પણ ભાડામાં ઘટાડો કરી શકે છે અને મુસાફરોને તેનો લાભ મળી શકે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly