અંબાણી પરિવારે 7મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું ઘરે સ્વાગત કર્યું હતું. નવદંપતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ સાથે મળીને આરતી કરી હતી. આ ઉજવણીમાં આખું બોલિવૂડ સામેલ થયું હતું. હવે અનંત અને રાધિકાએ ગણપતિનું વિસર્જન કર્યું. ગણપતિ વિસર્જનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અનંત-રાધિકાએ ગણપતિનું વિસર્જન કર્યું
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગણપતિ વિસર્જનની ખૂબ મજા માણી. લગ્ન બાદ બંનેએ પહેલીવાર સાથે ગણપતિ વિસર્જન કર્યું હતું. બંનેએ સાથે ઢોલ પર ડાન્સ કર્યો હતો. એકબીજાને ગુલાલ લગાવ્યો. નીતા અંબાણી પણ તેમના બાળકો સાથે જોવા મળી હતી. જે ટ્રકમાં ગણપતિની મૂર્તિ લેવામાં આવી હતી તેમાં નીતા અંબાણી પણ જોવા મળી હતી. આ દરમિયાન અંબાણી પરિવારે બધાને મીઠાઈ પણ વહેંચી હતી.
View this post on Instagram
આ ખાસ અવસર પર રાધિકા મર્ચન્ટે આરામદાયક ટૂંકા વાદળી રંગનો સિલ્ક કુર્તો પહેર્યો હતો. તેના પર સોનાની ભરતકામ હતી. જ્યારે અનંત ઓરેન્જ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. અનંત અને રાધિકાની વાત કરીએ તો તેમના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ થયા હતા. તેમના લગ્નની ઉજવણી લાંબા સમય સુધી ચાલી હતી.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
પ્રિ-વેડિંગ ફંક્શન ઘણા દિવસો સુધી ચાલ્યા. લગ્નમાં મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. સમગ્ર ગ્લેમર જગત પણ આ લગ્નનો ભાગ બની હતી. લગ્ન પછી 2-3 દિવસ રિસેપ્શન પણ ચાલ્યું. તમને જણાવી દઈએ કે અનનત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન પણ જામનગરમાં યોજાયા હતા. આ સિવાય તેણે ક્રુઝ પાર્ટી પણ આપી હતી.