India News: આજના સમયમાં સોશિયલ મીડિયા ખૂબ જ શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે. જો લોકો કંઇક ખોટું થતું જુએ તો તરત જ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. વીડિયો વાયરલ થયા બાદ તેના પર કાર્યવાહી પણ કરવામાં આવે છે. આવું જ કંઈક બેંગલુરુના બસ કંડક્ટર સાથે થયું જેણે બસમાં મુસાફરી કરી રહેલી મહિલા મુસાફરને થપ્પડ મારી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ BMTCએ પગલાં લેવામાં મોડું ન કર્યું અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દીધો. આવો તમને આખા મામલા વિશે જણાવીએ.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બસમાં મુસાફરી કરતી એક મહિલા મુસાફર હિન્દીમાં પૂછતી સાંભળી શકાય છે, ‘તેણે મારા પર હાથ કેવી રીતે ઉઠાવ્યો?’ સ્ત્રી રડતા અવાજે આ વાત વારંવાર કહે છે. અન્ય એક મહિલા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. મહિલાની વાત સાંભળીને કંડક્ટર ગુસ્સે થઈ જાય છે અને સ્થાનિક ભાષામાં મહિલાને અપશબ્દો બોલે છે, ત્યારબાદ મહિલા તેને થપ્પડ મારી દે છે. મહિલા દ્વારા થપ્પડ માર્યા પછી કંડક્ટર પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને બધાની સામે મહિલાને મારવાનું શરૂ કરે છે.
Slap-Kalesh b/w a Woman and Conductor inside BMTC bus Bengaluru KA
pic.twitter.com/xBWlAxwsO3
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 27, 2024
વાયરલ વીડિયોને @gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો. આ જ એકાઉન્ટે હવે ઓર્ડરની કોપીનો ફોટો પણ શેર કર્યો છે. તે નકલમાં લખ્યું છે કે, ’26 માર્ચ 2024ના રોજ હોનપ્પા નાગપ્પા અગાસર (કંડક્ટર) BMTC ડેપો-34, રૂટ નંબર 368/6 પર ફરજ પર હતા. બસમાં અન્ય રાજ્યની એક મહિલા મુસાફરી કરી રહી હતી.
Update: Bus Conductor is Suspended https://t.co/hguB9qzDN2 pic.twitter.com/rUrUkCzvRM
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 27, 2024
ટિકિટ બાબતે મુસાફર અને કંડક્ટર વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો. આ કેસમાં કંડક્ટરે મહિલા મુસાફરને માર માર્યો હતો. સોશિયલ મીડિયાના સમાચારોના આધારે કંડક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
આ આદેશની નકલમાં એવો પણ ઉલ્લેખ છે કે મહિલાએ કંડક્ટર વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે જ્યાં કેસની તપાસ ચાલી રહી છે.