ઓસ્ટ્રેલિયાના PM અમદાવાદમાં હોળીનો ભરપુર આનંદ લેશે, PM મોદી સાથે ક્રિકેટ મેચ જોશે, ભારતની આગતા માટે આતુર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન અલ્બેનીઝ અમદાવાદ ઉપરાંત મુંબઈ અને દિલ્હી જશે. 2017 પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે જેના કારણે તેને ઘણી રીતે ખાસ માનવામાં આવી રહી છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત ઉપરાંત રાજભવન ખાતે હોળીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. પ્રવાસના બીજા દિવસે તેઓ વડાપ્રધાન મોદી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે.

ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ આજે ભારત મુલાકાતે

મેચ જોયા બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મુંબઈ જવા રવાના થશે જ્યાં તેમને INS વિક્રાંત પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. અલ્બેનીઝ તેમની મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે દિલ્હી પહોંચશે. અહીં રાત્રિ આરામ કર્યા બાદ ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સત્તાવાર સ્વાગતથી લઈને તેઓ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન તરીકે ગયા વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાના પીએમ બનેલા એન્થોની અલ્બેનીઝની આ પ્રથમ મુલાકાત છે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમની લેશે મુલાકાત

આ દરમિયાન આર્થિક સહયોગ, સંરક્ષણ સહયોગથી લઈને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થશે. તેમની ભારત મુલાકાત સંદર્ભે જારી કરાયેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ભારત સાથેના અમારા સંબંધો મજબૂત છે, પરંતુ તે વધુ મજબૂત બની શકે છે. ‘ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજબૂત ભાગીદારી આપણા ક્ષેત્રની સ્થિરતા માટે સારી છે. તેનો એક ઉદ્દેશ્ય વધુ તકો, વધુ વેપાર અને રોકાણ તેમજ આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો અને આપણા લોકોને સીધો લાભ આપવાનો છે.

lokpatrika advt contact

રાજભવન ખાતે હોળીના કાર્યક્રમમાં આપશે હાજરી

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અલ્બેનીઝ અને મોદી વેપાર અને રોકાણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, ટેકનોલોજી અને સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરશે. અલ્બેનીઝે કહ્યું, “ભવિષ્યને જોતાં એવું લાગે છે કે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર અને ગાઢ મિત્ર બનીને રહેશે. હું આ વર્ષના મધ્યમાં ઓસ્ટ્રેલિયામાં ક્વોડ લીડર્સની સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની યજમાની કરવા આતુર છું. સપ્ટેમ્બરમાં G20 સમિટ માટે ફરીથી ભારત પાછા આવશે.

ગુરુની કૃપા થાય એટલે તેની મહાદશામાં બનાવે રાજા, સતત 16 વર્ષ સુધી આટલી રાશિને જલસા જ જલસા, ચારે દિશામાં પ્રગતિ

હવે 4 દિવસ શાંતિથી રહી લો, પછી આ રાશિના લોકોના જીવનમાં મોટો ભૂચાલ આવશે, સુતા-જાગતા બસ મુશ્કેલીઓ જ આવશે!

30 વર્ષ પછી આજે બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ લોકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે, સુખના રંગોમાં રમશે

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. જૂન 2020માં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાના પીએમના ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના હિંદુ મંદિરોમાં તોડફોડ અને ભારત વિરોધી ખાલિસ્તાન સંબંધિત ગતિવિધિઓને પણ ભારત તરફથી રાખવામાં આવી શકે છે.


Share this Article