Politics News: ઉત્તર પ્રદેશના સોનભદ્રની દૂધી સીટના ભાજપના ધારાસભ્ય રામ દુલારે ગોડ પર બળાત્કારનો આરોપ છે. આ મામલામાં ભાજપના ધારાસભ્યને દોષી ઠેરવવામાં આવ્યા છે. સંપૂર્ણ સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપી ધારાસભ્યને 25 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે ધારાસભ્ય પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દંડની રકમ પીડિત પરિવારને આપવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ઉત્તર પ્રદેશના સોનભદ્રનો છે, જ્યાં ભાજપના ધારાસભ્ય રામ દુલારે ગોડને સગીર પર બળાત્કાર કરવા બદલ 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સોનભદ્રની સાંસદ-ધારાસભ્ય અદાલતે શુક્રવારે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો અને આરોપી ધારાસભ્યને દોષિત જાહેર કર્યા.
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
રામદુલારેને 25 વર્ષની કેદની સાથે 10 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોપી ધારાસભ્યને બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. આ મામલો વર્ષ 2014નો છે જેના પર હવે નિર્ણય આવ્યો છે.