Politics News: આજે ગુરુવારે દિલ્હી દારૂ કેસમાં ઈડી સમક્ષ પૂછપરછમાં હાજર ન થતા અરવિંદ કેજરીવાલ પર બીજેપીએ ફરી શાબ્દીક પ્રહારો કર્યો. ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ તપાસથી ભાગી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ 2 નવેમ્બરે ભાગ્યા હતા અને આજે પણ ભાગ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના દારૂ કાંડના માસ્ટરમાઇન્ડ છે અને તેમના દારુ કોભાંડના હીસાબની ગણતરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે વિપક્ષને જોડીને રાખનારો ફેવિકોલ દારુ જ છે અને ઇન્ડિઅલાઈન્સ ગઠબંધનને દારુએ જ જોડી રાખ્યું છે.
સંબિત પાત્રાએ શું કહ્યું
બીજેપી નેતા સંબિત પાત્રાએ ફરીથી ઈડી સમક્ષ હાજર ન થનારા અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા અને તેમને દારૂ કૌભાંડ કેસનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો. સંબિત પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઇડીના સમન્સથી ડરીને ભાગી રહ્યા છે અને મુખ્યમંત્રી કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. અરવિંદ કેજરીવાલ ઈડીની તપાસમાં સામેલ ન થયા બાદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની બેશરમી તો જુઓ…તે આજે પણ ભાગ્યા હતા અને આ પહેલા 2 નવેમ્બરે પણ ભાગ્યા હતા.
સંબિત પાત્રાએ પ્રેસકોન્ફરન્સ દ્વારા કર્યો પ્રહારો
સંબિત પાત્રાએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘કોઈ દારૂનું કૌભાંડ કરીને ભાગી રહ્યું છે, તો કોઈ ભારતના ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરીને માર્ચ કરી રહ્યું છે. 2 નવેમ્બરના રોજ ઈડી એ કેજરીવાલને શરાબ કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યું હતું.
અરવિંદ કેજરીવાલને કહેવામાં આવ્યું હતું કે અમે તમારી સામે બેસીને તમને સવાલો કરીશું. જ્યાં સુધી કેજરીવાલના શરાબ કાંડના હિસાબની વાત છે તો હજુ ગણતરી ચાલી રહી છે. મનીષ સિસોદિયાના જામીન ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ મની ટ્રેલ છે. કેજરીવાલની બેશરમી તો જુઓ, આજે પણ ભાગ્યા, 2જી નવેમ્બરે પણ ભાગ્યા.
બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન
‘કેજરીવાલે સિસોદિયાને ફાંસી પર ચડાવ્યા’
અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, ‘જો કુશાસન કર્યું હશે તો જેલાસન પણ થશે. કેજરીવાલ અને કર્તવ્ય ક્યારેય સાથે ચાલી જ ન શકે. કેજરીવાલે કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. ગેરવહીવટ અને વિપશ્યના એક સાથે ન જઈ શકે. કેજરીવાલ જેલથી બચવા ભાગી રહ્યા છે. કેજરીવાલ ક્યાં સુધી ભાગશે અને ક્યાં-ક્યાં ભાગશે? કેજરીવાલ દારૂના કૌભાંડના કિંગપીન છે. કેજરીવાલ જ્યાં જ્યાં ભાગશે, ત્યાં-ત્યાં કાયદો પહોંચી જશે. કેજરીવાલે સિસોદિયાને ફાસીને માચડે ચડાવ્યા.