Sanjay Raut: ફરીએક્વાર ધમકીભર્યા પત્રને લઈને સુરક્ષા એજન્સીઓ સચેત બની ગઈ છે. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલ શિવસેના (UBT) નેતા સંજય રાઉતના ઘર પાસે ઉભેલી એક શંકાસ્પદ કાર પર લખાયેલા મેસેજે આખા મહારાષ્ટ્રમાં હડકંપ મચાવી દીધો છે. વર્ષના છેલ્લા દિવસે જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ ધમકીભર્યા મેસેજે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે.

શું છે આખી ઘટના?
સંજય રાઉતના ઘર પાસે એક બિનવારસી કાર મળી આવી, જેની બારી પર સ્પષ્ટ લખ્યું હતું – ‘૧૨ બજે બોમ્બ બ્લાસ્ટ’. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બોમ્બ ડિટેક્શન ટીમ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ રાહતના સમાચાર એ છે કે કોઈ વિસ્ફોટક મળ્યું નથી. પણ સવાલ એ છે કે, આ કાર ત્યાં કોણ મૂકી ગયું? અને શું આ માત્ર કોઈની મજાક હતી કે પછી કોઈ મોટા કાવતરાનો સંકેત?
આજે થશે હંગામો, ૧૨ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ‘
મુંબઈના ભાંડુપ વિસ્તારમાં વર્ષના છેલ્લા દિવસે ભારે તણાવની સ્થિતિ જોવા મળી હતી. શિવસેના (UBT) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના બંગલા બહાર એક બિનવારસી WagonR કાર મળી આવતા હડકંપ મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, આ કારની બારી પર જામેલી ધૂળમાં આંગળીથી એક ડરામણો સંદેશ લખવામાં આવ્યો હતો: ‘આજે થશે હંગામો, ૧૨ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ.’
પોલીસ અને બોમ્બ સ્ક્વોડ એક્શનમાં
જેવા સંજય રાઉતના સમર્થકોની નજર આ કાર પર પડી, તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોતા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સંજય રાઉતના આખા બંગલા અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી તપાસ બાદ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, બંગલા કે કારમાંથી કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી.
નવા વર્ષની ઉજવણી પહેલા સુરક્ષામાં ચૂક?
બુધવારની સાંજે બનેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કાર કોની છે અને ધૂળ પર આ સંદેશ લખનાર શખ્સ કોણ હતો? શું આ કોઈની ખરાબ મજાક છે કે પછી કોઈ મોટું કાવતરું? હાલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.