માત્ર રૂા.25માં રાષ્ટ્રધ્વજ લાવી કરો હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી, આ રીતે અહિથી લાવી શકશો રાષ્ટ્રધ્વજ

Lok Patrika
By Lok Patrika
Share this Article

‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના સંદર્ભમાં, ભારતીય ટપાલ વિભાગ સાથે રાષ્ટ્રીય ધ્વજને ૧૩ મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ દરમિયાન ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી કરી શકાશે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે, ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. ૨૫/- (૨૦ ઇંચ ટ ૩૦ ઇંચ) માં ઉપલબ્ધ કરાવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી, ‘તિરંગા’ ને તેમના ઘરે લાવી અને તેને ફરકાવીને ભારતના આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી શકે છે.

લોકો ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ ઈ-પોસ્ટ ઓફીસની વેબસાઈટ સંપર્ક દ્વારા પણ ધ્વજની ખરીદી ઈ-પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકે છે. રાષ્ટ્રીય ધ્વજ, ઉપરની વેબસાઈટ લિંક દ્વારા ઓર્ડર કરેલ, વ્યક્તિને તેમના સરનામા ઉપર ઉપલબ્ધ સ્ટોકમાંથી પોસ્ટમેન મારફતે વિતરણ કરવામાં આવશે.

‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત, જાહેર જનતા માટે પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઈન્ટ ઉપલબ્ધ કરેલ છે, જેથી ‘તિરંગા સાથે સેલ્ફી’ને સોશિયલ મીડિયા ઉપર પર ટેગ કરીને અપલોડ અને શેર કરી શકે. ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને ૭૫મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly