India News : પંજાબના મોગા જિલ્લામાં કોંગ્રેસના સ્થાનિક નેતા બલજિંદર સિંહ બલ્લીની (Baljinder Singh Balli) હત્યા કરવામાં આવી છે. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને બલ્લીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના બલ્લીના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બલ્લી ડાલા ગામનો રહેવાસી હતો અને અજિતવાલમાં કોંગ્રેસના બ્લોક પ્રમુખ હતા. આ ઘટનાના કલાકો બાદ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકી અર્શ ડાલાએ ફેસબુક પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
બાલીની હત્યા શા માટે કરવામાં આવી?
એક ફેસબુક પોસ્ટમાં અર્શ ડાલાએ આરોપ લગાવ્યો હતો કે બલ્લીએ તેનું ભવિષ્ય બગાડ્યું હતું અને તેને ગેંગસ્ટર બનવા માટે મજબૂર કર્યો હતો. ડાલાએ કહ્યું કે બલ્લી તેની માતાની પોલીસ કસ્ટડી પાછળ પણ હતો. આ બધાનો બદલો લેવા માટે બલ્લીની હત્યા કરવામાં આવી હતી.
છેતરપિંડીથી ઘરની બહાર બોલાવવામાં આવ્યો
જાણકારી અનુસાર બલ્લી પોતાના ઘરમાં હેરકટ કરાવી રહ્યો હતો. ત્યારે તેને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કેટલાક દસ્તાવેજો પર સહી કરવાની વાત કરી હતી. જેવો બલ્લી ફોન કરનારને મળવા ઘરની બહાર આવ્યો કે તરત જ બાઈક પર આવેલા બે હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કરી દીધું.
આ સમગ્ર ઘટના બલ્લીના ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો હુમલા બાદ તરત જ ભાગતા જોવા મળ્યા હતા. ફાયરિંગમાં બલ્લી ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. આ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે
BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
કોણ છે અર્શ ડાલા?
અર્શ ડાલા ખાલિસ્તાની આતંકી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વોન્ટેડ યાદીમાં પણ તેમનું નામ સામેલ છે. તે ત્રણ-ચાર વર્ષથી કેનેડામાં છે અને ત્યાંથી આતંકી હુમલા કરી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબમાં અનેક હત્યાઓમાં ડાલાનું નામ સામે આવ્યું છે.