ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ધર્મ પરિવર્તનના આરોપમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિજય વિશ્વકર્મા અને રમેશ વર્મા તરીકે થઈ છે. આરોપીઓના કબજામાંથી બાઇબલ પુસ્તકો અને સાહિત્ય પણ મળી આવ્યું છે.
હિંદુ જાગરણ મંચના કાર્યકર્તાએ જણાવ્યું કે, ‘અમે જે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક રૂમમાં 50 જેટલી મહિલાઓ અને પુરુષોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, ત્યાં હાજર લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા કે તમે લોકો પરમેશ્વરની પૂજા કરો તેમને અપનાવો તો પૈસા, સમૃદ્ધિ તમારી પાસે આવશે.
આ બાદ આ વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓનું કહેવું છે કે, ‘આ પહેલા પણ જિલ્લામાં ઘણી જગ્યાએ ધર્મ પરિવર્તનના અહેવાલો આવ્યા છે, જેનો અમે ખુલાસો કર્યો છે. આ લોકો નિર્દોષ લોકોને મૂર્ખ બનાવીને તેમનું ધર્માંતરણ કરાવી રહ્યા છે.
કોતવાલીના ઈન્સ્પેક્ટર ડીકે શ્રીવાસ્તવનું કહેવું છે કે કેસની ફરિયાદ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, બંનેની ઓળખ થઈ ગઈ છે, જેમાં એક વિજય વિશ્વકર્મા સિધારી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે જ્યારે બીજો રાજેશ વર્મા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.
પોલીસનું કહેવું છે કે વિજય વર્માએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે અને તે ફાધર પણ છે. આ બંને આરોપીઓ સામે કલમ 188, 298, 504, 506, કલમ ત્રણ મહામારી અધિનિયમ અને કલમ ત્રણ પાંચ ઉત્તર પ્રદેશ કાયદા અગેસ્ટ ધર્મ પરિવર્તન 1921 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે તેમના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.