ફરી AAP વાળાએ કરોડોનું કરી નાખ્યું, 164 કરોડની વસૂલાતની નોટિસ, કડક શબ્દોમાં કહી દીધું- 10 દિવસમાં જમા કરાવી દેજો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

માહિતી અને પ્રચાર નિયામક સચિવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂ. 164 કરોડની રિકવરી નોટિસ મોકલી છે. નોટિસ અનુસાર સીએમ કેજરીવાલને રૂ. 10 દિવસમાં આ રકમ જમા કરાવા કહેવાયુ છે.  ગયા મહિનાની શરૂઆતમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સરકારી જાહેરાતોની આડમાં રાજકીય પ્રચારનો આરોપ લગાવતા, સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને આમ આદમી પાર્ટી પાસેથી 2015-2016માં જાહેરાતો પર થયેલા ખર્ચની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

AAPને રૂ. 164 કરોડની રિકવરી નોટિસ ફટકારાઈ

લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ સરકારી જાહેરાતો તરીકે રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટી પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો. એલજી સક્સેનાએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા 2015ના આદેશ, દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા 2016ના આદેશ અને CCRGAના 2016ના આદેશને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર આ આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

પ્રેમિકાનું ભૂત મને ખુબ જ ત્રાસ આપે છે, મને ડર લાગે છે સાહેબ….’ પ્રેમીની વાત સાંભળીને પોલીસ પણ થરથર ધ્રુજી ઉઠી

‘મંગળ’ રાશિમાં રાહુનું સંક્રમણ, આ રાશિના લોકોના જીવનમાં આવશે બેહિસાબ પૈસા, જાણો તમને શું અસર થશે

અ’વાદનો ઉદ્યોગપતિ ઉઘાડો પડ્યો! વીડિયો કોલ પર કપડાં ઉતરાવીને છોકરીએ લાખો નહીં આટલા કરોડ રૂપિયા ખંખેર્યા

AAP પર આ આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને આપેલા તેમના આદેશમાં એમ પણ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2016થી તમામ જાહેરાતો CCRGAને તપાસવા અને ખાતરી કરવા માટે મોકલવામાં આવે કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુરૂપ છે કે નહીં? ઉપરાજ્યપાલે આ ગેરકાયદેસર સમિતિના કામકાજમાં ખર્ચવામાં આવેલી રકમ વસૂલવાની પણ માંગ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરની સૂચના બાદ દિલ્હી સરકારના સૂચના અને પ્રચાર નિયામક દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે.


Share this Article