રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર અટકાવવામાં આવે છે. જો આપણે નિયમોનું પાલન કરીએ છીએ અને ખોટા નથી તો આપણે ડરવાની જરૂર નથી. પરંતુ કમનસીબે ભારતમાં પોલીસની ગેરવર્તણૂકના ઘણા કેસો આપણે સાંભળતા રહીએ છીએ. આવા સમયે ડ્રાઇવર તરીકે આપણા માટે આપણા અધિકારો જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને વાહનની ચાવી લઈ લેવા અંગેના મહત્વના નિયમો વિશે જણાવી રહ્યા છીએ.
*આ દસ્તાવેજો હમેશા તમારી પાસે રાખો:
– નોંધણી પ્રમાણપત્ર (RC)
– પ્રદૂષણ નિયંત્રણ હેઠળ (PUC)
– વીમા દસ્તાવેજ
– ગાડી ચલાવવાની પરવાનગી
*આ નિયમો અંગે જાણકારી રાખવી છે જરૂરી:
- પોલીસ અધિકારી હંમેશા તેના યુનિફોર્મમાં હોવો જોઈએ અને જો તે યુનિફોર્મમાં ન હોય તો તમે તેની પાસે ઓળખ કાર્ડ માંગી શકો છો. જો તે ઓળખપત્ર બતાવતો નથી તો તમે તમારા દસ્તાવેજો બતાવવાનો ઇનકાર પણ કરી શકો છો.
- જો તમને દંડ કરવામાં આવે છે તો તે સત્તાવાર રસીદ પુસ્તક અથવા ઇ-ચલણ મશીનમાંથી આવવો જોઈએ. જો આવી કોઈ રસીદ નથી તો તમે ખાલી લાંચ આપી રહ્યા છો.
- જો ટ્રાફિક પોલીસ તમારા કોઈપણ દસ્તાવેજો જપ્ત કરવાનું નક્કી કરે તો તેની રસીદ પણ માગો.
- તમારી પરવાનગી વિના પોલીસ અધિકારી તમારી કારની ચાવી લઈ શકતા નથી.
- જો તમે વાહનની અંદર બેઠા હોવ તો પોલીસ તમારું વાહન ખેંચી શકશે નહીં.