હવે ચૂંટણી કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને આપી દીધી માહિતી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Aadhar Not Mandatory For Voter Card : મતદાર ઓળખપત્ર બનાવવા માટે આધાર કાર્ડ (aadhar card) ફરજિયાત રહેશે નહીં. ચૂંટણી પંચે (Election Commission) ગુરુવારે (21 સપ્ટેમ્બર) ના રોજ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આ જાણકારી આપી છે. નવા મતદાર નોંધણી ફોર્મના ૬બીમાં મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર નંબર આપવાની આવશ્યકતાને દૂર કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પાદ્રી અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

 

 

ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સુકુમાર પટ જોશી અને અમિત શર્માએ જણાવ્યું હતું કે મતદાર ઓળખપત્ર બનાવવા માટે આધાર નંબર ભરવાની જરૂરિયાતને દૂર કરવા માટે ટૂંક સમયમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવશે. સાથે જ મતદારો માટે રજિસ્ટ્રેશન ફોર્મમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પણ બાંહેધરી રજૂ કરી હતી.

 

 

શું છે અરજી

તેલંગાણા પ્રદેશ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી નિરંજને આ અંગે અરજી દાખલ કરી હતી. તેમણે મતદાર સુધારા અધિનિયમ ૨૦૨૨ ની કલમ ૨૬ માં નવા મતદાર ઓળખકાર્ડ બનાવવાની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા માંગી હતી. આ મુજબ મતદાર ઓળખપત્ર બનાવવા માટે ફોર્મ 6 અને મતદારની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ફોર્મ 6બી છે. આધાર નંબર ભરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ અંગે અરજદારે કહ્યું હતું કે, જેમની પાસે આધાર કાર્ડ નથી પરંતુ મતદાનની ઉંમરે પહોંચી ગયા છે, તેમને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવતા નથી.

 

 

ચૂંટણી પંચે શું કહ્યું

તેના જવાબમાં ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વકીલોએ જણાવ્યું હતું કે, મતદાર નોંધણી ફોર્મમાં આધાર નંબર ભરવાની જરૂરિયાતને દૂર કરવા માટે ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં 66 કરોડ 23 લાખ આધાર નંબર અપલોડ થઈ ચૂક્યા છે. તેમના પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

 

ખાસ જાણી લો હવામાન વિભાગની નવી આગાહી, આજથી ગુજરાતમાં વરસાદની વિદાય, હવે રાજ્યમાં તડકો કહેશે મારું કામ

કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો

આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું

 

આ મામલે વર્તમાન નિયમમાં કહેવામાં આવ્યું છે કે મતદાર કાર્ડ બનાવવા માટે કે પછી મતદારની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. આથી આ અંગે જરૂરી સ્પષ્ટતા બહાર પાડવામાં આવશે અને ફોર્મમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ પછી જ સુપ્રીમ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો.

 


Share this Article