business news: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ના વપરાશકર્તાઓ માટે એક મોટા સમાચાર છે. X માલિક એલોન મસ્ક ( Elon Musk ) X નો ઉપયોગ કરતા તમામ વપરાશકર્તાઓ પાસેથી માસિક ફી વસૂલવા માગે છે.
આ વાતનો ખુલાસો ખુદ ઈલોન મસ્કે કર્યો છે. એલોન મસ્ક કહે છે કે X પ્લેટફોર્મ પર હાજર બોટ્સની સમસ્યાનો સામનો કરવા માટે આ કરવું જરૂરી છે. જોકે, તેણે એ જણાવ્યું ન હતું કે તે ક્યારે માસિક ફી વસૂલવાનું શરૂ કરશે. સ્પેસએક્સ અને ટેસ્લાના બોસ મસ્કએ ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યું હતું. ત્યાર બાદ તેણે તેમાં ઘણા ફેરફાર કર્યા છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં ઇલોન મસ્કે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પર બૉટ્સની સંખ્યામાં વધારો થયો છે. બોટ્સ એટલે કે નકલી ખાતાઓની સમસ્યાનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો ‘સ્મોલ મંથલી પેમેન્ટ’ (Small Monthly Fee) છે.
મસ્ક સાથેની વાતચીત દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પૂછ્યું કે X કેવી રીતે નફરત ફેલાવવા માટે બોટ્સનો ઉપયોગ થતો અટકાવશે. આના જવાબમાં મસ્કે તમામ યુઝર્સ પાસેથી ફી વસૂલવાની પોતાની યોજના વિશે જણાવ્યું. જો કે, મસ્ક એ જાહેર કર્યું નથી કે X નો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓને કેટલા પૈસા ચૂકવવા પડશે.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટરને $44 બિલિયનમાં હસ્તગત કર્યા પછી, એલોન મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે. તેઓ બ્લુ ટિક માટે વપરાશકર્તાઓ પાસેથી પૈસા લઈ રહ્યા છે અને અડધાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હાલમાં અમેરિકામાં X પ્રીમિયમ માટે દર મહિને આઠ ડોલર ચૂકવવા પડે છે. અલગ-અલગ દેશોમાં આ ફી અલગ-અલગ છે. મસ્કનું કહેવું છે કે તે યુઝર્સ માટે સસ્તો વિકલ્પ લાવવાનું વિચારી રહી છે.