ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ૨૯ મે રવિવારના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારથી પોલીસ તેમના ખૂનિઓની શોધમાં લાગી ગઇ છે, તેમજ સિંગરના ચાહકોમાં પણ પોતાના પસંદીદા સિંગરની મોતને લઇને આક્રોશ અને દુખ બને જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે ગેંગસ્ટર ભૂપ્પી રાણા ગેંગે ફેસબુક પર સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે માહિતી આપનારને ૫ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

ફેસબુક પર ગેંગસ્ટર ભૂપ્પી રાણા ગેંગ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યુ છે કે, તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલોને સત શ્રી અકાલ, હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું, અમારા ભાઈ દલેર જાટ સિદ્ધુની હત્યા કરી છે, જે કોઈ સિદ્ધુ મૂસવાલાની હત્યા વિશે માહિતી આપશે તેને ૫ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે, અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.”
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ બંબીહા ગ્રુપ સાથે સંકળાયેલી ગેંગ સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે અને એવો પણ દાવો કરી રહી છે કે તેમની કોઈ ગેંગનો સિદ્ધુ મુસેવાલા સાથે કોઈ સંબંધ નથી. આ હોવા છતાં, તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગને નિશાન બનાવી રહ્યા છે અને આ હત્યાનો બદલો લેવાની ધમકી આપી રહ્યા છે. જાેકે, આજે પંજાબ હાઈકોર્ટમાં જ સરકારે ખુલાસો કર્યો છે કે, હત્યા માટે નોંધાયેલી એફઆઈઆરમાં મૂસેવાલાના નામનો ઉલ્લેખ પણ નથી.

ભૂપ્પી રાણા ગેંગ નીરજ બવાના અને બંબીહા ગ્રુપનો સહયોગી છે. બુધવારે દિલ્હી સ્થિત નીરજ બવાના ગેંગે પંજાબમાં સિદ્ધુ મુસેવાલાની થયેલી હત્યાના પગલે બદલો લેવાની ધમકી આપી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફેસબુક પોસ્ટમાં, ગેંગે માત્ર બે દિવસમાં જવાબી હુમલો કરવાની પણ ધમકી આપી છે. આ પોસ્ટ નીરજ બાવાના દિલ્હી એનસીઆર’ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા અપલોડ કરવામાં આવી હતી.