ઉત્તર પ્રદેશના ગોંડામાં આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકી 4 દિવસ પહેલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેની લાશ આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના કર્મચારીઓએ કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. આ ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.
પોલીસે જણાવ્યું કે કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના ચોકીદારે જ્યારે કાર ખોલી તો તેને અંદરથી મૃતદેહ જોવા મળ્યો, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે.