આજે સોમવાર 09 સપ્ટેમ્બર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જોકે, ભાવમાં બહુ વધારો થયો નથી. દેશના લગભગ તમામ શહેરોમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 72 હજારથી 73 હજારની વચ્ચે છે. જ્યારે 22 કેરેટ સોનું રૂ. 67 હજારની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
18 કેરેટ સોનાની છૂટક કિંમત 56 હજાર રૂપિયાની આસપાસ છે. આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી રૂ.84,400 છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, આ વધારો નજીવો રહ્યો છે. તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટની છૂટક કિંમત શું છે?
દિલ્હી ગોલ્ડ રેટઃ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73 હજાર 010 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 66,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ ગોલ્ડ રેટ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,010 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 66,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા ગોલ્ડ રેટ: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 66,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
અમદાવાદ ગોલ્ડ રેટ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 66,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.