હાલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સો છે પશ્ચિમ ચંપારણ જિલ્લાનો કે જ્યાં બેતિયામાં એક શિક્ષકની છેડતીનો મામલો સામે આવ્યો છે. શિક્ષકે ખાનગી શાળાના ડાયરેક્ટર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે શિક્ષિકાએ બેતિયાના એસપી ઉપેન્દ્રનાથ વર્માને એક અરજી આપી છે જેમાં નરકટિયાગંજની સ્કૂલ ડાયરેક્ટર પર તેની છેડતી અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.
વિગતે વાત કરીએ તો એસપીને આપવામાં આવેલી અરજીમાં પીડિતાએ સ્કૂલ ડાયરેક્ટર અફરોજ અખ્તર પર આરોપ લગાવ્યો છે. પીડિત શિક્ષિકા કહે છે, “તે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના રંગલિયાત ગામની રહેવાસી છે.” છેલ્લા સાત મહિનાથી તે શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા ચોક ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં મેનેજમેન્ટની પોસ્ટ પર કામ કરી રહી છે. શાળાના ડાયરેક્ટર અફરોજ અખ્તર હંમેશા તેની સાથે ખોટું કામ કરવાનો પ્રયાસ કરે છે.
આ સાથે જ શિક્ષીકાએ વાત કરી કે મને ધમકી આપે છે અને કહે છે કે જો તું હંમેશા શાળામાં ધ્યાન કેન્દ્રિત કર્યા કરીશ તો તું મને પ્રેમ ક્યારે કરીશ? તમને જણાવી દઈએ કે પીડિત શિક્ષિકાએ આ સમગ્ર મામલામાં એમ પણ જણાવ્યું હતું કે, “ડિરેક્ટર અફરોઝ અખ્તરે તેને મહિને 25 હજાર રૂપિયા પગાર આપવાનું વચન આપીને અહીં બોલાવી હતી.
VIDEO: આખરે અટકળોનો અંત આવ્યો! પરિણીતી ચોપરાએ નેતા રાઘર ચઢ્ઢા સાથે લગ્ન કરવાની વાત પર હા પાડી દીધી
આરોપ નાખતા શિક્ષીકા આગળ વાત કરે છે કે હજુ સુધી સાત મહિના વીતી ગયા છે અને મને માત્ર 65 હજાર રૂપિયા જ આપવામાં આવ્યા છે. જો હું પૈસા માંગુ તો વિવિધ ધમકીઓ આપતો રહે છે અને બકવાસ વાતો કરતો રહે છે. એમ પણ કહ્યું કે તારે સેલેરી જોઈતી હોય તે મને કિસ કરવી પડશે, બાકી હું પગાર નહીં આપું. શિક્ષીકાએ કહ્યું છે કે, “અફરોઝ અખ્તર મોટા નેતાઓના રક્ષણમાં રહે છે અને કહે છે કે તમને કંઈ થશે નહીં, જ્યાં ઇચ્છો ત્યાં જાઓ.” હવે આ સમગ્ર મામલા અંગે બેતિયા એસપીનું કહેવું છે કે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.