સત્તા પર આવ્યા તો દરેકના એકાઉન્ટમાં ૧૫ લાખ જમા કરાવીશું તેવો ભાજપનો વાયદો આજે પણ લોકોને યાદ છે. જાેકે એ પછી ભાજપે આ તો ખાલી જુમલો હતો તેવુ કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા. હવે મહારાષ્ટ્રમાં એક ખેડૂતના જનધન એકાઉન્ટમાં બેન્કે ભૂલથી ૧૫ લાખ રુપિયા ટ્રાન્સફર કરી દીધા છે અને ખેડૂતનુ કહેવુ છે કે, સરકારે પંદર લાખનો જે વાયદો કર્યો હતો તે પૂરો થઈ ગયો છે.
ઔરંગાબાદ જિલ્લાના ખેડૂત જ્ઞાનેશ્વર ઓટેના એકાઉન્ટમાં બેંક ઓફ બરોડા દ્વારા થોડા મહિના પહેલા ભૂલથી ૧૫ લાખ રુપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ રકમ ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની હતી. ખેડૂતો થોડા દિવસ તો બેન્ક એકાઉન્ટમાં આ રકમ મુકી રાખી હતી.જાેકે બેન્ક એકાઉન્ટમાંથી કોઈએ પૈસા પાછા પણ લીધા નહોતા અને બેન્કે તેમને કશું કીધુ પણ નહોતુ. જ્ઞાનેશ્વરને લાગ્યુ હતુ કે, ૨૦૧૪માં પંદર લાખ આપવાનો વાયદો પીએમ મોદીએ કર્યો હતો તે પૂરો થયો છે.
એ પછી તેણે ખુશ થઈને આ જ રકમમાંથી નવ લાખ રુપિયા વાપરીને નવુ ઘર બનાવી લીધુ હતુ. ખેડૂત જ્ઞાનેશ્વરે તાજેતરમાં પીએમ મોદીને પત્ર લખીને પંદર લાખનો વાયદો પૂરો કરવા માટે આભાર પણ માન્યો છે. જાેકે હવે બેન્કના અધિકારીઓને પોતાની ભૂલ સમજાયા બાદ તેમણે ખેડૂતને વિનંતી કરી છે કે, તમારા એકાઉન્ટમાં આવેલી રકમ પાછી આપી દો.