“મામા તો મામા હૈ..” શિવરાજ મામાને જોઈ ભાવુક થઈ લાડલી બહેનાઓ, સાથે મામાની આંખમાં પણ ચોધાર આસું, વીડિયો વાયરલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Madhya Pradesh News: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિય ખાસ કરીને લાડલી બહેનોમાં ખૂબ જ પ્રેમ આજે પણ અડીખમ છે. નવા મુખ્યમંત્રીના શપથ લીધાના એક દિવસ બાદ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણ વીડિયોમાં તેઓ પોતાના ખેતરમાં પહોંચ્યા અને ટ્રેક્ટર વડે ચણા વાવતા જોવા મળ્યા હતા.

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા હજુ પણ લોકોમાં યથાવત છે. જેના ભાવુક દ્રશ્યો ગુરુવારે વિદિશામાં જોવા મળ્યાં હતા. શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા પહોંચ્યા હતા. જ્યાં રાત્રે હજારો સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. જેના પછી બહેનોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઘેરી લીધા અને તેમને ગળે લગાવીને રડવા લાગી હતી.

શિવરાજ સિંહ ચૌહાણ ભાવૂક થઈ ગયા

શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા પહોંચી ગયા હતા. જ્યાં રાત્રે હજારો સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. જે પછી લાડલસી બહેનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઘેરી લીધા અને તેમને ગળે લગાવીને રડવા લાગી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ચશ્મા હટાવતા અને આંસુ લૂછતા જોવા મળ્યા હતા. લાડલી બહેનોએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કહ્યું કે તમારે તમારી બહેનો માટે આવવું જ પડશે. આ સાંભળીને શિવરાજ સિંહ ચૌહાણ ભાવુક થઈ ગયા અને તેમને આંસુ આવી ગયા હતા.

શું જણાવ્યું ટ્વીટર પર?

વિધાનસભ્ય દળની બેઠકમાં ડૉ.મોહન યાદવના નામની જાહેરાત થતાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજભવન ગયા અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પણ શિવરાજ સિંહ ચૌહાણ સતત સમાચારોમાં રહે છે. હવે શિવરાજ નવા અંદાજમાં દેખાયા છે. શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે વિદિશા પહોંચ્યા હતા. અહીં શિવરાજ સિંહે ટ્રેક્ટર વડે પોતાના ખેતરમાં ચણાની વાવણી કરી હતી.

Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”

અ’વાદના ચાંદલોડિયામાં રોડ કપાતની કામગીરીમાં બેધારી નીતિ: કોર્પરેટરને પૈસા આપો તો પ્રોપર્ટી બચી જાય, ન આપો તો કપાઈ જાય!! 

શિવરાજ સિંહ ચૌહાણે તેમના સોશિયલ મીડિયા પર તેમના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા તેમનો એક વીડિયો શેર કરતા લખ્યું કે, મધ્ય પ્રદેશની ધરતી સોનું પકવે છે. ધરતી માતા ધન્ય ધાન્યથી ખુશહાલ બનાવી દે છે. પરસેવાના થોડાં ટીપાંથી ધરતીને પ્રણામ કર્યા. આજે ખેતરો ખેડ્યા અને ચણા વાવ્યા.


Share this Article