BCCI: શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અને પસંદગીકારોને કેટલો પગાર મળે છે? ઝાટકો લાગશે

Desk Editor
By Desk Editor
Share this Article

Indian Team Chief Selector Salary: ભારતીય ક્રિકેટ ટીમને નવો ચીફ સિલેક્ટર મળી ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજીત અગરકરને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. અજીત અગરકરને પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્મા બાદ આ જવાબદારી સોંપવામાં આવી છે. બીસીસીઆઇએ મંગળવારે (4 જુલાઇ)ના રોજ નવા ચીફ સિલેક્ટરની નિયુક્તિની જાહેરાત કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઘણા ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓએ ઓછા પગારને કારણે આ પદ માટે રસ દાખવ્યો ન હતો. આવો જાણીએ કે ચીફ સિલેક્ટર અને સિલેક્ટર્સને કેટલો પગાર મળે છે.

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટરને વાર્ષિક રુપિયા 1 કરોડ આપવામાં આવતા હતા, પણ હવે તેમાં લગભગ ત્રણ ગણો વધારો થશે. ‘ક્રિકબઝ’ના રિપોર્ટ અનુસાર હવે ચીફ સિલેક્ટરને વાર્ષિક રુપિયા 3 કરોડ પગાર તરીકે મળશે. સાથે જ સિલેક્શન કમિટીના બાકીના સભ્યોને પગાર પેટે વાર્ષિક 90 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, આમાં પણ વધારો થશે. જો કે બાકીના સભ્યોનો પગાર હજુ સુધી નક્કી થયો ન હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ એક ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ આ પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. આ પછી વચગાળાના ચીફ સિલેક્ટર તરીકે શિવ સુંદરદાસ કામ કરી રહ્યા હતા, પણ હવે ટીમ ઈન્ડિયાને નવો ચીફ સિલેક્ટર મળી ગયો છે.

 

 

અજિત અગરકર અગાઉ આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમણે ત્યાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી ક્યાંકને ક્યાંક એ સ્પષ્ટ થઈ ગયું હતુ કે, નવા ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકર જ હશે.

 

આ છે અજીત અગરકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

અજીત અગરકરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 26 ટેસ્ટ, 191 વન ડે અને 4 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. અગરકરે એપ્રિલ ૧૯૯૮ માં આંતરરાષ્ટ્રીય પ્રવેશ કર્યો હતો. ટેસ્ટ મેચોમાં બોલિંગ કરતી વખતે તેણે 47.32ની એવરેજથી 58 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વન ડેમાં તેણે 27.85ની એવરેજથી 288 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, અગરકરે ટી -20 આંતરરાષ્ટ્રીયમાં 3 વિકેટ લીધી હતી. આ સમય દરમિયાન તેણે ટી-20 ઇન્ટરનેશનલમાં 8.09ની ઇકોનોમી સાથે રન બનાવ્યા હતા.

 


Share this Article