India News : કર્ણાટકના (Karnataka) દક્ષિણ કન્નડ જિલ્લામાં એક મસ્જિદમાં કથિત રીતે ઘૂસવા અને ‘જય શ્રી રામ’ના (Jai Shri Ram) નારા લગાવવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. કડબા પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મસ્જિદની અંદર સૂત્રોચ્ચારની ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યે નોંધાઈ હતી જ્યારે બે અજાણ્યા શખ્સો રાત દરમિયાન મોટરસાયકલ પર આવ્યા હતા અને માર્ધલા બદરિયા જુમા મસ્જિદ સંકુલમાં પ્રવેશ્યા હતા.”
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને મસ્જિદના વડા તરફથી ફરિયાદ મળી હતી કે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ ના નારા લગાવવામાં આવ્યા હતા. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને બે લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ 26 વર્ષીય સચિન રાય અને 24 વર્ષીય કીર્તન પૂજારી તરીકે થઈ છે. બંને યુવકો કડબા તાલુકાના કાયકંબા ગામના રહેવાસી છે. હાલ તો પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઇ છે.
મુસ્લિમોને ધમકીઓ: પોલીસ અધિકારી
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “મસ્જિદ બાઉન્ડ્રી વોલથી ઘેરાયેલી છે. આ મસ્જિદમાં કડબા-મર્ધાલા રોડના જંકશન પર એક ગેટ છે. 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ, બંને યુવકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો હતો અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું, “પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ વિસ્તાર હિન્દુ-મુસ્લિમ સુમેળ માટે જાણીતો છે
ઘટના સમયે મસ્જિદના મૌલવી અને તેના વડા તેમની ઓફિસમાં હાજર હતા. જ્યારે તેઓ બહાર આવ્યા, ત્યારે તેઓએ બે અજાણ્યા લોકોને મસ્જિદમાંથી બહાર નીકળતા જોયા. તેઓએ તરત જ મસ્જિદના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા. તેમને ખબર પડી કે મસ્જિદની સામે રોડ પર એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી છે. મસ્જિદ સમિતિના સભ્ય મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે આ વિસ્તાર હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સુમેળભર્યા સહ-અસ્તિત્વ માટે જાણીતો છે. તેથી જ બંને આરોપીઓ આ એકતાને સહન કરી શક્યા નહીં અને સાંપ્રદાયિક નફરત અને તણાવ પેદા કરવાનું કાવતરું ઘડ્યું.
ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!
“સોમવારે ફરિયાદ મળ્યા પછી, અમે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ આરોપીઓ કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છે કે નહીં. આ અંગે સબ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આરોપીઓએ દારૂના નશામાં આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.