સૂર સામ્રાજ્ઞી અને લિજેન્ડરી ગાયિકા લતા મંગેશકરને કોરોના થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન તેમની સારવાર કરનારા ડોકટરોએ કહ્યુ છે કે, હાલમાં લતાજી આઈસીયુમાં છે અને બીજા દસ થી બાર દિવસ તેમને આઈસીયુમાં ડોકટરોની નજર હેઠળ રાખવામાં આવશે. તેમનો કોવિડની સાથે ન્યૂમોનિયા પણ થયો છે.
લતા મંગશેકરના ભત્રીજીએ આ પહેલા કહ્યુ હતુ કે, લતાજી સારા થઈ રહ્યા છે અને તેમની તબિયત સ્થિર છે.ભગવાન સાચે જ દયાળુ છે અને લતાજી ફાઈટર છે.તેમને વર્ષોથી આપણે જાણીએ છે.હું દેશભરમાં તમામ ફેન્સને તેમની પ્રાર્થના બદલ ધન્યાવાદ કહેવા માંગુ છું. લતા મંગેશકરના ભત્રીજી રચના શાહનુ કહેવુ છે કે, તેમને કોરોનાના માઈલ્ડ લક્ષણો છે પણ તેમની વય ૯૨ વર્ષ હોવાથી ડોકટરોએ સલાહ આપી છે કે, તેમને આઈસીયુમાં રાખવા જાેઈએ.
તેમને દેખભાળની જરુર છે અને કોઈ ચાન્સ લેવા માંગતા નથી.પરિવારના સભ્યો તરીકે અમે ચોવીસ કલાક તેમની તબિયત પર નજર રહે તેવુ ઈચ્છીએ છે, ઉલ્લેખનીય છે કે, ૧૩ વર્ષથી પોતાની સિંગિંગ કેરિયર શરુ કરનારા લતાજી ભારતીય ભાષાઓમાં ૩૦૦૦૦થી વધારે ગીતો ગાઈ ચુકયા છે.