ઘરમા ઘુસીને અજાણ્યા લોકોએ NCP કાર્યકર્તાને ધડાધડ 8 ગોળી ધરબી દીધી, મોત થતાં રાજકીય ગલીઓમાં મોટો હોબાળો

Desk Editor
By Desk Editor
Share this Article

India News : મહારાષ્ટ્રના સાંગલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ એનસીપીના કાર્યકર પર આઠ ગોળીઓ ચલાવી હતી. આ ઘટના સાંગલી શહેરમાં એનસીપીના કાર્યકર નલસાબ મુલ્લાના ઘરે બની હતી.

તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. થોડા દિવસ પહેલા સાંગલીમાં આવેલી રિલાયન્સ જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. હવે થોડા દિવસ બાદ ફાયરિંગની ઘટનાથી શહેર હચમચી ગયું છે.

પોર્ટ-એરપોર્ટમાં તો અદાણીનો સિક્કો ચાલે જ છે, પરંતુ હવે રેલવે સેક્ટરમાં કરશે મોટો ધડાકો, જાણો આખો પ્લાન

બિપરજોય વાવાઝોડું આખરે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ, હવે ગુજરાતમાં અસર થઈ જશે એકદમ નહીવત, સમજો કે આફત જતી જ રહી

યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું

એનસીપીના કાર્યકરો તેમના ઘરની બહાર બેઠા હતા. ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી.

 


Share this Article
TAGGED: ,