Delhi Schools Bomb Threat : દિલ્હીની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શુક્રવારે સવારે ઇ-મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. ટીમને ક્યાંય પણ શંકાસ્પદ કંઈપણ મળ્યું નથી. અગાઉ પણ દિલ્હીની વિવિધ શાળાઓમાં આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મેલમાં આપેલી માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.
અત્યાર સુધી છ ખાનગી સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી ચૂકી છે. સાઉથ દિલ્હી પબ્લિક સ્કૂલ ડિફેન્સ કોલોની, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ સફદરજંગ, વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ રોહિણી, ભટનાગર ઇન્ટરનેશનલ સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ અને ડીપીએસ અમર કોલોની સ્કૂલ તરફથી બોમ્બની ધમકી મળી હતી. ડીપીએસ સ્કૂલમાં તમામ વાલીઓને રજાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. આ વખતે પણ બોમ્બની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઈમેલ સવારે 12.54 વાગ્યે મોકલવામાં આવ્યો છે. ફાયર વિભાગે ઇમેઇલ દ્વારા ધમકી મળવાની પુષ્ટિ કરી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ભટનાગર ઇન્ટરનેશનલ સ્કૂલથી સવારે 4.21 કલાકે, કેમ્બ્રિજ સ્કૂલથી સવારે 6.21 કલાકે, ડીપીએસ અમર કોલોની સ્કૂલમાંથી સાંજે 6.35 કલાકે માહિતી મળી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તમામ સ્કૂલોને મોકલી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાળાઓ તરફથી હજી પણ ઘણા કોલ આવી રહ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તમામ સ્કૂલોમાં પહોંચીને તપાસ શરૂ કરી છે.
ઈ-મેઈલમાં વાલી-શિક્ષકની બેઠકનો પણ ઉલ્લેખ છે.
આ વખતે મોકલેલા ઈ-મેલમાં પેરેન્ટ-ટીચર મીટિંગનો પણ ઉલ્લેખ છે, જે બાદ દિલ્હી પોલીસ એ એંગલની પણ તપાસ કરી રહી છે કે આ ઈ-મેલ લખીને કોઈએ જાણી જોઈને દુષ્કર્મ નથી કર્યું.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
29 નવેમ્બરે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
29 નવેમ્બરના રોજ દિલ્હીના રોહિણીની એક સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. સવારે 10.57 વાગ્યે સ્કૂલમાં બોમ્બ મુકાયાના સમાચાર ફેલાયા હતા. જે બાદ સ્કૂલની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને કંઈ મળ્યું નથી. પોલીસે તપાસ પૂરી કર્યા બાદ આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો.