દિલ્હીમા CBI તપાસ વચ્ચે કથિત કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મોટો દાવો કર્યો છે. સિસોદિયાનું કહેવું છે કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. તેમણે ટ્વીટ કર્યું કે ભાજપ તરફથી સંદેશ આવ્યો છે કે જો તેઓ AAP તોડીને ભાજપમાં જોડાશે તો CBI-EDના તમામ કેસ બંધ થઈ જશે.
સોમવારે સિસોદિયાએ ટ્વિટ કરીને આ વાત કહી અને સાથે જ લખ્યું કે આ મેસેજ પર ભાજપને મારો જવાબ એ છે કે હું રાજપૂત મહારાણા પ્રતાપનો વંશજ છું. હું માથું કાપાઈ જાય તો પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવું હોય તે કરો.
દિલ્હીમાં નવી આબકારી પોલિસીના મામલામાં મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસ ચાલી રહી છે અને સિસોદિયા મુખ્ય આરોપી છે. સીબીઆઈએ આ કેસમાં લગભગ 13 લોકોના સ્થળો પર દરોડા પાડ્યા અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા. ભાજપનો દાવો છે કે આ આબકારી પોલિસી દ્વારા આમ આદમી પાર્ટીને તેના નજીકના લોકોને ફાયદો થયો, જેના કારણે દિલ્હી સરકારને આર્થિક નુકસાન થયું.