India News: દેશમાં પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 શહેરોમાં ઈલેક્ટ્રિક બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આ માટે 57,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશભરમાં 10 હજાર નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં આજે (બુધવારે) કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. તેના પર રૂ. 57,613 કરોડનો ખર્ચ થશે. દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, 57,613 કરોડમાંથી કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે. 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે જૂની બસોના ભંગાર માટે તે શહેરોને વધારાની બસો આપવામાં આવશે. આ યોજના દસ વર્ષ સુધી ચાલશે. આ યોજના શહેરોમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપશે. અનુરાગ ઠાકુરના મતે, આ યોજના એવા શહેરોને પ્રાથમિકતા આપશે જ્યાં વ્યવસ્થિત પરિવહન સેવાનો અભાવ છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશમાં 3 લાખથી 40 લાખની વસ્તીવાળા 169 શહેરો છે અને આ કાર્યક્રમ માટે ચેલેન્જ મોડના આધારે 100 શહેરોની પસંદગી કરવામાં આવશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ આ પસંદગીના શહેરોમાં ઈ-બસોનું સંચાલન કરવામાં આવશે.
રેલવેના સાત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી
આ સિવાય સરકારે રેલવેના 7 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. તેના પર લગભગ 32,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રેલ્વેના હાલના નેટવર્કમાં 2339 કિમી ઉમેરી શકાય છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો
વરસાદને લઈ હવામાન વિભાગની ફિક્કી આગાહી, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું – વરસાદ આવશે, બધા ધીરજ રાખો….
દેશના 9 રાજ્યોના 35 શહેરો સાથે જોડાયેલ આ પ્રોજેક્ટ રેલવેના વર્તમાન નેટવર્કમાં 2339 કિમીનો ઉમેરો કરશે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.