ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, પતિ-પત્ની આવ્યા સામસામે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર મળે ત્યારે પેટમાં ફૈડકો પડી જાય. કોઈના હાર્ટબીટ વધી જાય. પણ ક્યારેક આવું બને છે. પણ દિલ્હીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ-પત્નીના ડખાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું એવો બનાવ બન્યો છે. ઓથોરિટીએ પણ આની નોંધ લઈને તંત્રને જાણ કરી હતી. જોકે, જ્યારે ઈમરજન્સી લેન્ડિંગ થયું એ સમયે બીજા પ્રવાસઓ પણ મુંઝાયા હતા.

પતિ-પત્ની વચ્ચે ઝઘડાના કિસ્સા અવારનવાર સામે આવે છે. ક્યારેક પોલીસ સ્ટેશનમાં, ક્યારેક કોર્ટમાં તો ક્યારેક ક્રાઈમ અગેન્સ્ટ વુમન સેલમાં નિર્ણય લેવાય છે. પરંતુ જ્યારે ફ્લાઈટ હવામાં હોય ત્યારે પણ તેમની વચ્ચે એવી લડાઈ થઈ શકે છે કે ફ્લાઈટને અધવચ્ચે જ લેન્ડ કરવું પડે છે.

હા, રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે મ્યુનિકથી બેંગકોક જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લુફ્થાન્સાની એક ફ્લાઈટ જર્મનીના મ્યુનિક શહેરથી બેંગકોક જવા રવાના થઈ હતી. રસ્તામાં ફ્લાઈટમાં સવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

મામલો ખૂબ જ વધી ગયો. પતિ વધુ આક્રમક બની ગયો હતો. તે ફ્લાઈટની અંદર કોઈના નિયંત્રણમાં ન હતો. આ કારણોસર, દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફ્લાઈટને IGI ખાતે લેન્ડ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટની એવિએશન સિક્યોરિટીએ મીડિયાને આ માહિતીની પુષ્ટિ કરી અને કહ્યું કે પતિ-પત્ની વચ્ચે લડાઈનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બંને વચ્ચેની લડાઈને કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. જો કે, જ્યારે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ મિડ-ફ્લાઇટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂઆતમાં પાકિસ્તાનના નજીકના એરપોર્ટ પર ઉતરાણ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. જેના કારણે આ ફ્લાઈટ દિલ્હીમાં ઊતરી હતી. પછી આ બન્નેનો ઝઘડો થાળે પડ્યો હતો.


Share this Article