વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા સંબોધનની એક ક્લિપ શેર કરતા કોંગ્રેસે તેની પર નિશાન સાધ્યુ છે. આ સાથે-સાથે રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. કોરોના કાળમાં પીએમ મોદી દાવોસ એજન્ડા સમિટમાં વર્ચુઅલી સામેલ થયા હતા. જે ક્લિપ શેર કરવામાં આવી રહી છે. તેમાં તેઓ પોતાના સંબોધન દરમિયાન બોલતા-બોલતા રોકાઈ જાય છે. આની પર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યુ છે.
આરોપ છે કે ટેલીપ્રૉમ્પટર રોકાઈ જવાના કારણે પીએમ આગળ બોલી શક્યા નહીં. રાહુલ ગાંધીએ લખ્યુ, ટેલીપ્રૉમ્પટર પર આટલુ ખોટુ વેઠી શક્યુ નહીં. કોંગ્રેસે લખ્યુ કે હવે ટેલીપ્રોમ્પટર વાળી વ્યક્તિ કહી રહી હશે કે અચ્છા જાવ છુ, દુઆ મે યાદ રખના. બીજી તરફ ભાજપ નેતાઓ દ્વારા કાઉન્ટર એટેક પણ કરાયો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ લખ્યુ કે તકનીકી ખામી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની તરફથી આવી હતી, જેના કારણે પીએમે સંબોધન રોક્યુ. કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેનાથી જાણ થઈ.
ખામી ટેલીપ્રૉમ્પટરમાં નહોતી, પરંતુ મેનેજિંગ ટીમે પીએમને બોલતા રોકીને લોકોને એ પૂછવા કહ્યુ હતુ કે બધાને તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે કે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ આર્થિક મંચના દાવોસ એજન્ડા સમિટમાં રોકાણકારોને લોભાવવાનો પ્રયાસ કર્યો. તેમણે પોતાના કાર્યકાળમાં દેશમાં કરવામાં આવેલા ૧૦ મોટા પરિવર્તનને ગણાવ્યા અને કહ્યુ કે હવે મુશ્કેલીનો સમય ખતમ થઈ ચૂક્યો છે. વડા પ્રધાને આર્થિક સુધારા પર જાેર આપતા જણાવ્યુ કે લાઈસન્સ રાજ માટે બદનામ રહ્યો ભારત હવે આગળ વધી ચૂક્યા છે.