First Hydrogen Train: શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 5 રૂપિયામાં તમે હાઈ-ટેક ટ્રેનની મુસાફરી કરી શકશો? ભારતીય રેલ્વે હવે ઈતિહાસ રચવા જઈ રહી છે. આગામી 26 જાન્યુઆરી 2026 ના રોજ ભારત દુનિયાને પોતાની ગ્રીન એનર્જીની તાકાત બતાવશે. હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દેશની પહેલી ‘હાઈડ્રોજન પાવર્ડ ટ્રેન’ નું ટ્રાયલ શરૂ થશે. આ ટ્રેન ધુમાડો નહીં પણ પાણી છોડશે અને તેની સ્પીડ તથા સુવિધાઓ જોઈને તમે વંદે ભારતને પણ ભૂલી જશો. સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેનનું ભાડું સામાન્ય રિક્ષાના ભાડા કરતા પણ ઓછું હશે!
ક્રાંતિકારી શરૂઆત
ભારતીય રેલ્વે હવે માત્ર પાટા પર નથી દોડતી, પણ ભવિષ્ય ઘડવા તરફ આગળ વધી રહી છે. વર્ષ 2026ની શરૂઆત દેશના વાહનવ્યવહાર માટે ઐતિહાસિક સાબિત થશે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ પર ભારતને પોતાની પહેલી હાઈડ્રોજન ટ્રેનની ભેટ મળશે. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચેના 90 કિલોમીટરના રૂટ પર દોડશે. આ કોઈ સામાન્ય ટ્રેન નથી, પરંતુ ઇલેક્ટ્રોકેમિકલ ટેકનોલોજી પર આધારિત એક એવું એન્જિન છે જે 9 કિલો પાણીમાંથી હાઈડ્રોજન બનાવીને શક્તિ મેળવશે. એટલે કે હવે ટ્રેન ધુમાડો નહીં છોડે, અવાજ નહીં કરે અને પર્યાવરણને જરાય નુકસાન પહોંચાડ્યા વગર ફુલ સ્પીડમાં દોડશે
India’s 1st Hydrogen fuelled Train starts trial run today on #Jind #Sonipat line
RDSO IS CONDUCTING OSCILLATION & EBD TRIALS#India is now 5th country globally with #HydrogenTrain after Germany, Sweden, Japan & China.
A big step for clean & green Rail Travel#IndianRailways pic.twitter.com/oaf3tqJzA9
— Ansuman Satapathy (@TechAnsuman) January 6, 2026
સુવિધાઓ અને સ્પીડ
ટેકનોલોજીની સાથે આ ટ્રેન લક્ઝરીનું પણ નમૂનારૂપ ઉદાહરણ છે. આ હાઈડ્રોજન ટ્રેનમાં કુલ 8 આધુનિક પેસેન્જર કોચ હશે,

જેમાં ઓટોમેટિક દરવાજા, પાવરફુલ એર કન્ડીશનીંગ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. જો સ્પીડની વાત કરીએ તો, આ ટ્રેન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે, જેના કારણે જીંદથી સોનીપતનું 2 કલાકનું અંતર હવે માત્ર 1 કલાક કરતા પણ ઓછા સમયમાં કપાઈ જશે. આ ટ્રેન માટે જીંદમાં દેશનો સૌથી મોટો હાઈડ્રોજન પ્લાન્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.”
સસ્તું ભાડું અને ભવિષ્ય
પરંતુ સૌથી વધુ ખુશ કરનારા સમાચાર તેના ભાડાને લઈને છે. જ્યાં આજના સમયમાં સ્પીડના નામે મોંઘી ટિકિટો લેવાય છે, ત્યાં આ હાઈ-ટેક ટ્રેનનું લઘુત્તમ ભાડું માત્ર 5 રૂપિયા અને મહત્તમ ભાડું ફક્ત 25 રૂપિયા રાખવામાં આવે તેવી શક્યતા છે. આ ભાડું વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને રોજિંદા મુસાફરો માટે કોઈ વરદાનથી ઓછું નથી. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ગ્રીન ઇન્ડિયા’ ના સંગમ સમાન આ ટ્રેન સાબિત કરી દેશે કે ભારત હવે ગ્લોબલ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં લીડર બનવા માટે તૈયાર છે.”
એટલે કે કહીએ તો, હાઈડ્રોજન ટ્રેન એ માત્ર નવી ટ્રેન નથી, પણ એક શુદ્ધ અને સસ્તા પરિવહન યુગની શરૂઆત છે. પાણીથી ચાલતી આ ટ્રેન જ્યારે પાટા પર ઉતરશે, ત્યારે તે ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનો ડંકો આખી દુનિયામાં વગાડશે.