કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર સમગ્ર વિશ્વમાં વિવિધ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે ઓમિક્રોનના નવા નવા લક્ષણો અને અસરો વિશે જાણવા મળી રહ્યું છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોનની અસર સંક્રમિત લોકો પર લાંબા સમય સુધી રહે છે. ના કારણે સંક્રમિત થયેલો વ્યક્તિ રોજિંદા કાર્યો યોગ્ય રીતે કરવામાં અસમર્થ થઈ જાય છે. સંશોધકોએ ઓમિક્રોનના આ લક્ષણોને બ્રેન ફોગ તરીકે ઓળખ્યા છે.
અહેવાલ મુજબ બ્રેન ફોગ આપણી યાદશક્તિને અસર કરે છે. આ અભ્યાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોમાં લાંબા સમય સુધી કોવિડના લક્ષણો ન હોવા છતાં, લોકોમાં બ્રેન ફોગની સમસ્યા જાેવા મળી રહી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રેન ફોગથી પ્રભાવિત લોકો આ સમયગાળા દરમિયાન તેમના જીવનમાં ભૂતકાળની ઘટનાઓને યાદ રાખવામાં અસમર્થ સાબિત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે ટેસ્ટિંગ દરમિયાન કોરોના દર્દીઓમાં એવા કોઈ લક્ષણો જાેવા મળ્યા ન હતા, પરંતુ તેમની યાદશક્તિમાં ઘટાડો જાેવા મળ્યો હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર, આ લક્ષણો ઘણા મહિનાઓ સુધી તમારામાં રહી શકે છે.
જાે કે વૈજ્ઞાનિકો હજુ સુધી એ શોધી શક્યા નથી કે ઓમિક્રોન યાદશક્તિ પર કેવી અસર કરે છે?સંશોધકોના જણાવ્યા અનુસાર, બ્રેન ફોગની અસર પછી સંક્રમિત લગભગ ૬ થી ૯ મહિના પછી સામાન્ય સ્થિતિમાં પાછો ફરી શકે છે. લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓને સ્નાયુઓમાં દુખાવો, અનિયમિત ધબકારા, ઉધરસ અને અનિદ્રા જેવી સમસ્યાઓ થાય છે.
જ્યારે, બ્રેન ફોગમાં લોકોને ખરાબ ઊંઘ, કામ કરવામાં અસમર્થતા અને કોઈપણ કામ યોગ્ય રીતે ન કરી શકવાની સમસ્યા ઉદ્દભવે છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં ૨૬ વર્ષની વયના ૧૩૬ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી ૫૩ લોકોએ જણાવ્યું કે તેમને કોરોના છે અને તેમનામાં હળવા લક્ષણો છે. આ લોકોની યાદશક્તિ અને ધ્યાન સંબંધિત ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ તમામની એપિસોડિક મેમરી ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. તે પોતાના જીવનની જૂની ઘટનાઓને યોગ્ય રીતે યાદ રાખી શકતા નહોતા.