One Nation One Election Bill : કેન્દ્રની મોદી સરકાર એક દેશ એક ચૂંટણી પર ઝડપથી આગળ વધી રહી છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે (17 ડિસેમ્બર 2024) લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. કોંગ્રેસે તેને ગેરબંધારણીય ગણાવીને કહ્યું કે સરકારે આ બિલને તાત્કાલિક પાછું ખેંચી લેવું જોઈએ. કોંગ્રેસે કહ્યું કે, આ બિલ રજૂ કરીને કેન્દ્ર સરકારે દેશની આત્માને ઠેસ પહોંચાડી છે.
બિલ જેપીસીને મોકલવામાં આવ્યું
આ ખરડો રજૂ થયા બાદ કેન્દ્રીય પ્રધાન મેઘવાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરી હતી કે તેઓ આ ખરડાને વ્યાપક પરામર્શ માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલે. સૂચિત બિલ સૂચવે છે કે આ પ્રક્રિયા ૨૦૩૪ સુધીમાં લાગુ કરવામાં આવશે. અગાઉ લોકસભા કે કોઈપણ વિધાનસભાની ચૂંટણી યોજવા માટે સંસદ કે તે વિધાનસભાનું વિસર્જન કરવું પડશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર્ટમાં નવી જોગવાઈ આર્ટિકલ 82એ (1)નો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી બાદ લોકસભાની પ્રથમ બેઠકમાં નિર્ધારિત સમય સૂચિત કરશે.
2034 પહેલા એક સાથે ચૂંટણી ન થઈ શકે
તેમાં અનુચ્છેદ 82એ(2)ને ઉમેરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નિયત તારીખ પછી ચૂંટાયેલી રાજ્ય વિધાનસભાઓની મુદતમાં ઘટાડો કરવામાં આવશે, જેથી લોકસભાની સંપૂર્ણ મુદત પૂરી થાય. આનો અર્થ એ થશે કે જો ખરડાઓ સુધારા વિના પસાર કરવામાં આવે છે, તો 2029 માં ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક દરમિયાન નિયત તારીખ સૂચિત કરવામાં આવશે, કારણ કે આ વર્ષે ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠક પહેલાથી જ પસાર થઈ ગઈ છે. આગામી લોકસભાનો સંપૂર્ણ કાર્યકાળ 2034 સુધીનો રહેશે.
Free Netflix પ્લાન લાવીને મુકેશ અંબાણીએ મચાવી ધમાલ! રોજનો 2GB ડેટા, જિયો યૂઝર્સ સ્તબ્ધ
ગુજરાતમાં ઠંડી આ તારીખથી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ થીજવતી ઠંડીની ચેતવણી
આ ઉપરાંત આર્ટિકલ 172 અને 327માં પણ સુધારો કરવો પડશે. એવામાં સંસદને વિધાનસભા ચૂંટણીને લઈને નિયમો બનાવવાનો અધિકાર છે. ગુરુવારે (12 ડિસેમ્બર 2024) કેન્દ્રીય કેબિનેટે 129 મા બંધારણ સુધારા બિલને મંજૂરી આપી હતી. લોકસભા ચૂંટણી બાદ પહેલી બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ વન નેશન વન ઈલેક્શનના સમયની જાહેરાત કરશે. એટલે કે 2029ની લોકસભા ચૂંટણી બાદ જ તારીખની જાહેરાત કરી શકાશે. 2034 પહેલા દેશમાં એક સાથે આવી ચૂંટણી શરૂ નહીં થાય.