ઓનલાઈન શોપિંગ કરનારાઓને મજા પડી શકે છે. સરકાર આગામી 5 વર્ષમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની યોજના ધરાવે છે. જો આમ થાય છે તો ઓનલાઈન ઓર્ડર કરાયેલા સામાનની સાથે ખાણી-પીણી અને અન્ય વસ્તુઓની કિંમતો ઘટી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની વાત કરી હતી. તેમણે ‘ડેલોઈટ ગવર્નમેન્ટ સમિટ’માં કહ્યું હતું કે મંત્રાલય ઘણા હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહ્યું છે. આનાથી ભારતના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
ગડકરીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં અમારા લોજિસ્ટિક્સ ખર્ચ સિંગલ ડિજિટમાં આવી જશે. જો કે, આર્થિક સંશોધન સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના અંદાજ મુજબ, ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 2021-22 માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 7.8 ટકાથી 8.9 ટકાની વચ્ચે હતો.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નંબર વન બનશે
ગડકરીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવાનો છે. તેમણે કહ્યું કે ભારત ગયા વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ બની ગયું છે. માત્ર અમેરિકા અને ચીન ભારત કરતાં આગળ હતા. ગડકરીએ કહ્યું કે ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ 2014માં રૂ. 7.5 લાખ કરોડથી વધીને 2024માં રૂ. 22 લાખ કરોડ થશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
ગડકરીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે જો આપણે ખેડૂતોની ખરીદ શક્તિ વધારી શકીએ તો તેની આપણા અર્થતંત્ર પર મોટી સકારાત્મક અસર પડશે. ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે ભારતે તેની નિકાસ વધારવી અને આયાત ઘટાડવાની જરૂર છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે સ્માર્ટ શહેરોની જેમ સ્માર્ટ વિલેજ પણ જરૂરી છે.