દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેતરમાં જ આની જાહેરાત કરી હતી. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગઇ છે. તો બીજી તરફ ઈન્ડી ગઠબંધનના પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કહી હતી. કોંગ્રેસ આ વાતથી ખૂબ જ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. નવી દિલ્હીઃ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દિલ્હી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના આમ આદમી પાર્ટીને સમર્થન આપવા પર નિવેદન આપ્યું છે.
સંદીપ દીક્ષિતે શું કહ્યું?
“આ પક્ષોનું દિલ્હીમાં કોઈ ખાસ અસ્તિત્વ નથી. આ પાર્ટીઓ નથી ઇચ્છતી કે કોંગ્રેસ પોતાના રાજ્યોમાં મજબૂત બને, જ્યારથી તેમને લાગવા માંડ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે, ત્યારથી તેમને અચાનક ગઠબંધન યાદ આવી ગયું છે. પાંચ મહિના પહેલા જ્યારે (આપ નેતા) ગોપાલ રાયે કહ્યું હતું કે ગઠબંધન નહીં થાય, ત્યારે તેમણે કંઇ કહ્યું નહીં. આમ આદમી પાર્ટી (આપ)ના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બતાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ દ્વારા સંદીપ દીક્ષિતને ભાજપનું મોહરા ગણાવી ચૂક્યા છે.
ટ્રમ્પની ધરપકડ થશે? સુપ્રીમ કોર્ટે સજા મોકૂફ કરવાનો ઇનકાર કર્યો, જાણો શું તેઓ શપથ લઈ શકશે કે કેમ
અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, શ્રદ્ધાળુઓને ભોજન પીરસશે
દિલ્હીમાં પૂર્વાંચલીઓ પર યુદ્ધ ફાટી નીકળ્યું
દિલ્હીમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. સાથે જ કોંગ્રેસ પાર્ટીનો એવો પણ દાવો છે કે આ વખતે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સારું રહેશે અને જનતા કોંગ્રેસ પાર્ટીને વોટ આપશે. આ દરમિયાન દિલ્હીમાં પૂર્વાંચલના મતદાતાઓના નામ પર હંગામો ચાલી રહ્યો છે. હાલમાં જ આપ નેતા સંજય સિંહે કહ્યું હતું કે પૂર્વાંચલના લોકોને ભાજપ કાપી રહી છે. આ સાથે જ શુક્રવારે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સમર્થકોનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલે પૂર્વાંચલના લોકોનું અપમાન કર્યું છે.