India News: મથુરાની પ્રખ્યાત શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવાનો આ મોટો નિર્ણય અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે 01 ઓગસ્ટે આપ્યો હતો. સમાચાર અનુસાર આ મામલામાં હિન્દુ પક્ષ દ્વારા 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં શાહી ઇદગાહ મસ્જિદની જમીન હિન્દુઓની હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ સાથે હિન્દુ પક્ષે ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરી હતી. જે બાદ મુસ્લિમ પક્ષ તરફથી હિન્દુ પક્ષની અરજીઓ ફગાવવાની માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી.
તે જ સમયે, હાઈકોર્ટે કહ્યું કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજીઓની એકસાથે સુનાવણી કરવામાં આવશે. આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને અરજી દાખલ કરી હતી.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
સમાચાર અનુસાર અરજીમાં શાહી ઇદગાહ મસ્જિદનું માળખું હટાવીને જમીનનો કબજો આપવા અને મંદિરનું પુનર્નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ એવો દાવો કરવામાં આવ્યો છે કે શાહી ઇદગાહ મસ્જિદ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને કથિત રીતે તોડીને બનાવવામાં આવી હતી.