ખુશખબર… સરકારે સુકન્યા સ્કીમ પર વધાર્યો વ્યાજ દર, હવે FD પર પણ વધુ ફાયદો, જણો અન્ય સ્કીમમાં શું ફેરફાર?

Desk Editor
By Desk Editor
Share this Article

National News: સરકારી યોજનાઓનો લાભ એ દરેક લોકોને ગમતો હોય છે અને લોકો મફતમાં મળતી સરકારની તમામ સેવાઓનો લોભ લેવા માટે હંમેશા તત્પર હોય છે. ત્યારે નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓને સરકારે નવા વર્ષ પહેલા મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે શુક્રવારે મળેલી બેઠકમાં સુકન્યા જેવી નાની બચત યોજનાઓ પર વ્યાજ વધાર્યું છે. લગભગ દોઢ વર્ષ બાદ આ યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે વ્યાજમાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકાનો વધારો થયો છે.

નાણા મંત્રાલયે બેઠક બાદ માહિતી આપી હતી કે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા 29 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 3 વર્ષની સમયની થાપણો એટલે કે પોસ્ટ ઓફિસ એફડી પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. હવે 7 ટકાના બદલે 7.10 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજ દર ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે જ લાગુ કરવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 8 ટકાને બદલે 8.2 ટકા વ્યાજ મળશે. આ સ્કીમમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે લગભગ 6 ક્વાર્ટર બાદ સરકારે સુકન્યાનો વધારો કર્યો છે.

અન્ય યોજનાઓ પર શું અસર થશે?

તુવેર અને અડદ હવે પહેલા કરતાં પણ વધુ થશે સસ્તું, માર્ચ 2025 સુધી તુવેર અને અડદની દાળની આયાત થશે ડ્યૂટી ફ્રી

અમદાવાદ: 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર, 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન

Big News: 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા થશે શરૂ, દરરોજ 50 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

કેન્દ્ર સરકારે અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉદાહરણ તરીકે PPF, NSC જેવી યોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ તમામ યોજનાઓ પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર જેટલું જ વ્યાજ આપવામાં આવશે. તેથી, આ યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે નવું વર્ષ પણ એ જ જૂના વ્યાજદર લઈને આવશે.


Share this Article