ઓહ બાપા રે બાપા, દિલ્હી સંસદ ભવનમાં સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો, 400થી વધારે સુરક્ષા કર્મીચારીઓને કોરોના પોઝિટિવ

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોરોના વાયરસે હવે દેશમાં આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની સૌથી ખરાબ અસર દિલ્હીમાં થવા માંડી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે કોરોના સંક્રમણ સંસદ ભવન સુધી પહોંચી ચૂક્યું છે. ૬ અને ૭ જાન્યુઆરીએ સંસદમાં કામ કરનાર કર્મચારીઓ, સુરક્ષાકર્મીચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ૪૦૦થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

દેશભરમાં કોરોનાના કેસ વાયુવેગે વધી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૧,૯૮૬ નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ નોંધાતા દેશભરમાં કુલ કેસનો આંકડો ૪,૭૨,૧૬૯ થઈ ગયો છે.
માત્ર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કોરોના સંક્રમણના ૧,૧૭,૧૦૦ કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૧૧ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે દિલ્હીમાં કોરોનાતી ૭ લોકોના મોત થયા છે.

એક દિવસમાં સંક્રમણના કેસમાં ૩ હજારનો વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૮૧૭૮ પર પહોંચી ગઈ છે. સંક્રમણના કેસમાં એક વાર ફરીથી મહારાષ્ટ્ર ટોપ પર છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૧,૪૩૪ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ૧૩ લોકોના મોત પણ થયા છે. આજ કારણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કડક નિયંત્રણો મૂકી દીધા છે.

નવા અંકુશોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું ફરીથી કહેવા માંગું છું કે અમે બિનજરૂરી ભીડને ભેગી થતી રોકવા માંગીએ છીએ, પરંતુ કોઈ લોકડાઉન કરવામાં આવશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિબંધ ત્યાં સુધી પ્રભાવશાળી નહીં નીવડે જ્યાં સુધી આપણે જાતે સમજીને ર્ઝ્રદૃૈઙ્ઘ પ્રોટોકોલનું પાલન નહીં કરીએ. મારી તમામ લોકોને એક વિનંતી છે કે લક્ષણો પ્રત્યે સતર્ક રહો અને જલ્દીથી મેડિકલ સલાહ લો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly