India News: ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. અહીં થોડા લોકો એક રેલવે એન્જીનને ધક્કો મારતા નજર આવ્યા હતા અને જોઈ વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કોંગ્રેસે પણ આ વિડીયોને શેર કરીને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું. યુપીના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. થયું એવું કે ટ્રેન પાટા પર વચ્ચેથી તૂટી ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગઈ હતી. ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડીપીસી ટ્રેન પાટા વચ્ચે ઉભી છે, જેને રેલવે કર્મચારીઓ આગળ ધકેલી રહ્યા છે. તમે કાર અને બસ જેવા વાહનોમાં લોકોને ધક્કો મારતા જોયા જ હશે, પરંતુ લોકોને ટ્રેનમાં ધક્કો મારતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રેલ્વે ફાટક પાસે ખરાબ થયેલ એન્જીનને કારણે નજીકમાં ઘણા લોકો હાજર હતા જેઓ તેનો વિડીયો બનાવી રહ્યા હતા.
रेल मंत्री को तुरंत बुलवाओ
उनसे भी धक्का लगवाओ!
लगता है भाजपा की ‘डबल इंजन की सरकार’ में आज इलेक्टोरल बॉण्ड का ईंधन नहीं पड़ा तभी अमेठी के निहालगढ़ क्रॉसिंग पर लोग धक्का लगाने पर मजबूर हैं। pic.twitter.com/3lbxz9ifmZ
— Akhilesh Yadav (@yadavakhilesh) March 22, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલો અમેઠીના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે. અહીં સુલતાનપુર તરફથી અધિકારીઓDPCટ્રેન દ્વારા લખનૌ તરફ જઈ રહ્યા હતા. પરત ફરતી વખતે ગુરુવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું. જેના સમાચાર કંટ્રોલને આપવામાં આવ્યા હતા. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈનમાંથી ધક્કો મારીને લૂપ લાઈનમાં લાવવામાં આવી હતી.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ’X’પર એક વાયરલ વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, *રેલવે મંત્રીને તાત્કાલિક બોલાવો અને એમની પાસે પણ ધક્કો લગાવો. એવું લાગે છે કે ભાજપની ‘ડબલ એન્જિન સરકાર’ને આજે ચૂંટણી બોન્ડમાંથી બળતણ મળ્યું નથી, તેથી જ લોકોને અમેઠીના નિહાલગઢ ક્રોસિંગ પર ધક્કા ખાવાની ફરજ પડી છે.” કોંગ્રેસે પણ આ વીડિયો તેના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર પોસ્ટ કર્યો અને લખ્યું, ‘ ‘બુલેટ ટ્રેનનું વચન હતું, હવે ટ્રેનને પણ ધક્કો મારવો પડશે. મોદી સરકારમાં દરેક ક્ષેત્ર બરબાદ થઈ ગયું છે. રેલવેને ઘણું નુકસાન થયું છે.’