યુપીની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનુ અભિયાન શરુ કરી દીધુ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, જે લોકો પાસે વીજ જાેડાણ છે અને જે લોકો જાેડાણ લેવા માંગે છે તે આ અભિયાનનો હિસ્સો બને તેવી અપીલ છે.આ માટે સમાજવાદી પાર્ટી દ્વારા અપાનારા ફોર્મમાં નામ લખાવવાનુ રહેશે.હાલમાં વીજ બિલ પર જે નામ આવે છે તે જ લખવાનુ રહેશે.
અખિલેશે કહ્યુ હતુ કે, સરકાર છેલ્લા ચારેક મહિનાથી લોકોને વીજળી બિલ મોકલી રહી નથી.કારણકે આ બિલની રકમ વધારે છે.સરકારને ખબર છે કે, જાે બિલ આપવામાં આવશે તો લોકો ભડકી ઉઠશે અને ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ૪૦૦ બેઠકો આવશે.તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને કોઈ પણ રીતે અમે ૪૦૦થી ઓછી સીટ જીતીએ તેવુ લાગતું નથી.