Mohali Building Collapsed : પંજાબના મોહાલી જિલ્લાના સોહાના ગામમાં શનિવારે ધરાશાયી થયેલી એક ચાર માળની ઇમારતના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ હિમાચલ પ્રદેશની એક 20 વર્ષીય મહિલા અને અન્ય એક મહિલાનું મોત નીપજ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. કાર્યકારી ડેપ્યુટી કમિશનર વિરાજ એસ ટિડકેએ જણાવ્યું હતું કે થિયોગની રહેવાસી દ્રષ્ટિ વર્માને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમને સોહાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે વર્માએ દમ તોડી દીધો હતો.
મોહાલીના સેક્ટર 77માં ઇમારત ધરાશાયી થયા બાદ ભારતીય સેના બચાવ કામગીરીમાં સામેલ હતી. જાણકારી અનુસાર ધરાશાયી થયેલી ઇમારતની અંદર 15 નાગરિકો ફસાયા છે. અહીં સ્પેશિયાલિસ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ્સ સાથે ભારતીય સેનાની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે.
મોહાલીના ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે સોહાના ગામમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બહુમાળી ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. મકાન ધરાશાયી થતાં ખૂબ જ જોરથી અવાજ આવ્યો હતો. આ સાંભળીને આસપાસ લોકો એકઠા થઈ ગયા અને કાટમાળ હટાવવા લાગ્યા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તાજેતરમાં જ આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં રોયલ જીમ પણ ચલાવવામાં આવી રહ્યું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘટના સમયે લોકો જીમમાં એક્સરસાઈઝ કરી રહ્યા હશે, જેના કારણે જાનમાલની હાનિ થવાની શક્યતા છે. મકાન ધરાશાયી થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે કહેવું મુશ્કેલ છે.
સોહાનાની ઘટના અંગે પંજાબના સીએમ ભગવંત માનએ એક્સ પોસ્ટમાં લખ્યું, ‘સાહિબજાદા અજીત સિંહ નગર (મોહાલી)માં સોહાના પાસે એક બહુમાળી બિલ્ડિંગના અકસ્માતના દુ:ખદ સમાચાર મળ્યા છે. સમગ્ર વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો ઘટના સ્થળે તૈનાત છે. હું પ્રશાસન સાથે સતત સંપર્કમાં છું. જાનમાલનું નુકસાન ન થાય તેવી પ્રાર્થના કરો, ગુનેગારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ વહીવટને સહકાર આપે.”
મંજુલિકા જેવા કપડા પહેરીને સ્ટેજ પર આવી યુવતી, પછી કર્યો આવો ડાન્સ- વીડિયો વાયરલ
પીએમ મોદી કુવેત માટે રવાના, ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો પ્રવાસ, જાણો પુરો કાર્યક્રમ
એરટેલના આ ગ્રાહકોને હવે ZEE5ની મફત ઍક્સેસ મળશે, હજારો મૂવીઝનો આનંદ માણી શકશે
પ્રશાસન દ્વારા બચાવ કાર્યને વેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રને આંચકો લાગ્યો છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ અને બચાવ ટીમો તમામ પ્રયાસો કરી રહી છે. તપાસ બાદ જ મકાન ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થશે.