BJP નેતાનો પાવર કે શું, મહિલાને મનફાવે એમ ગાળો ભાંડી, ધક્કો મારો અને દબંગાઈ કરવામાં કંઈ બાકી ન રાખ્યું, વીડિયો વાયરલ થતાં ચકચાર મચી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દબંગ ટાઈપનો નેતા એક મહિલા સાથે ગાળો ભાંડીને દુર્વ્યવહાર કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક જગ્યાએ આ નેતા મહિલાને ધક્કો મારતો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. જ્યારે ભાજપના નેતા આ કૃત્ય કરી રહ્યા હતા ત્યારે આસપાસ ઘણા લોકો હાજર હતા. આ વીડિયો નોઈડાના સેક્ટર 93Bમાં આવેલી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીનો છે.

મળતી માહિતી મુજબ, વીડિયોમાં દેખાતો વ્યક્તિ બીજેપી કિસાન મોરચાના નેતા શ્રીકાંત ત્યાગી છે, આરોપ છે કે શ્રીકાંત ત્યાગીએ સોસાયટીના પાર્ક પર ગેરકાયદે કબજો જમાવ્યો છે, જેના વિશે સોસાયટીના રહેવાસીઓ ફરિયાદો કરતા રહે છે. શ્રીકાંતને 15 દિવસમાં ગેરકાયદેસર કબજો હટાવવાની નોટિસ પણ મળી છે. પરંતુ શ્રીકાંત પોતે એક મોટો નેતા હોવાનો દાવો કરીને સોસાયટીના રહેવાસીઓ પર સત્તાનો ઢોંગ કરીને ગેરકાયદેસર કબજો હટાવવાનો ઇનકાર કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા શ્રીકાંત સાથે તેના પર ગેરકાયદેસર કબજો રાખવાની વાત કરી રહી હતી, આ દરમિયાન બીજેપી નેતા શ્રીકાંત ત્યાગી લાલચોળ થઈ ગયા અને મહિલા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો શ્રીકાંતે મહિલાને જોરથી ધક્કો માર્યો અને માર મારવાનો પ્રયાસ કર્યો, આ સમગ્ર ઘટના આસપાસના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યારે બીજેપી નેતા પાસેથી આ ઘટના વિશે જાણવા માંગ્યું તો ત્યારે તેણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને ફોન કાપી નાખ્યો હતો.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ નોઈડા પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે. વીડિયોમાં શ્રીકાંત ત્યાગી બ્લેક ટ્રેકસૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. જેમાં તે મહિલા સાથે સતત અત્યાચાર કરી રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો શ્રીકાંત ત્યાગીને સમજાવી રહ્યા છે કે ભાઈ છોડો, રહેવા દો. પરંતુ આ વ્યક્તિ માનતો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્વાતિ માલીવાલે કહ્યું છે કે દિલ્હી મહિલા આયોગે યુપી પોલીસના સંબંધિત અધિકારી સાથે વાત કરી છે અને આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly