India News: પાકિસ્તાનથી ભાગીને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા પહોંચેલી સીમા હૈદરની મુસીબતોનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી. સીમા હૈદર અને સચિનની મુશ્કેલીઓ વધવાની છે. સીમાના પહેલા પતિ ગુલામ હૈદરે ગ્રેટર નોઈડાની સૂરજપુર કોર્ટમાં અરજી કરી છે. તેમના વકીલ મોમિન મલિકે કહ્યું કે તેમની અરજી પર ન્યાયાધીશે જેવર પોલીસને નોટિસ પાઠવી છે.
ગુલામ હૈદરે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવેલી સીમા હૈદર પાસેથી બાળકો પરત મેળવવા અરજી કરી છે. પાકિસ્તાની પતિ ગુલામ હૈદરના વકીલ મોમિન મલિક આ માટે સૂરજપુર કોર્ટ પહોંચ્યા છે. એડવોકેટ મોમિને સીમા હૈદર અને સચિન મીના અને નેત્રપાલ મીણા સામે કોર્ટમાં અરજી કરી છે.
સીમા હૈદર વિરુદ્ધ લગભગ 20 કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી 18મી એપ્રિલે થશે. સૂરજપુર કોર્ટે જેવર પોલીસ પાસે જવાબ માંગ્યો છે. ગ્રેટર નોઈડા પોલીસે 18 એપ્રિલ પહેલા જવાબ આપવો પડશે. ગુલામ હૈદર સતત તેના બાળકોની માંગ કરી રહ્યો છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
સીમા હૈદર તેના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ ગઈ હતી અને ત્યાંથી યુપી બોર્ડર થઈ નેપાળમાં પ્રવેશી હતી. ત્યાંથી તે સચિન સાથે ગ્રેટર નોઈડા પહોંચી.