એક યુટ્યુબરનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. વીડિયોમાં હૈદરાબાદ સ્થિત યુટ્યુબર, બાઇકની પાછળ સવાર થઈને, ચલણી નોટોના બંડલ હવામાં ફેંકતા, વ્યસ્ત રસ્તા પર અરાજકતા સર્જતા જોઈ શકાય છે. વિડિયો સુધાકર ઉદુમુલા @sudhakarudumula દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ટ્રાફિકમાં પૈસા ફેંકવાના યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામર્સના અવિચારી સ્ટંટથી હૈદરાબાદમાં આક્રોશ ફેલાયો છે.’ આ ઘટનાનું વર્ણન કરતાં યુઝરે લખ્યું, ‘સાયબરાબાદ પોલીસ, શું તમે કાર્યવાહી કરશો?’
આ YouTuber કોણ છે?
અહેવાલ મુજબ, યુટ્યુબરની ઓળખ પાવર હર્ષા તરીકે કરવામાં આવી છે, જે ઓનલાઈન “its_me_power” નામથી ઓળખાય છે. તેણે ઓછામાં ઓછા ત્રણ સમાન વિડીયો શેર કર્યા છે જેમાં તે ભારે ટ્રાફિકમાં હવામાં પૈસા ફેંકતો જોઈ શકાય છે.
YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in Hyderabad
Cyberabad police will you please take action?
A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp
— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024
યુટ્યુબર દ્વારા કરવામાં આવેલા સ્ટંટની નિંદા કરતા એક યુઝરે લખ્યું- આ લોકો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.. તેમની યુટ્યુબ ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવા જોઈએ.’ જ્યારે ત્રીજાએ પ્રતિક્રિયા આપી, ‘મને ખબર નથી કે શા માટે હૈદરાબાદ પોલીસ આ યુટ્યુબરો પર દયા બતાવી રહી છે જેઓ શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. શું તેની સામે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો છે?
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
અન્ય એક યુઝરે કહ્યું, ‘જો તેણે મહેનત કરીને પૈસા કમાયા હોત તો તે ક્યારેય આવું ન કરી શક્યા હોત. આવા સ્ટંટ જોઈને ખૂબ દુઃખ થાય છે.