શુક્રવારે સવારે યુપીના હાપુડ જિલ્લાના ચાંડી રોડ પર સ્થિત ચંડી મંદિરમાં અન્ય ધર્મનો યુવક ઘુસ્યો અને મંદિર પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. જ્યારે ભક્તોએ યુવકોને મંદિરની અંદર નમાઝ અદા કરતા જોયો તો તેઓએ વિરોધ કર્યો અને હંગામો મચાવ્યો. જોકે પાછળથી મંદિરનુ પરિસર સાફ કરવામાં આવ્યું હતું. જ્યારે હિંદુ સંગઠનોને મંદિરની અંદર નમાઝ અદા કરવામાં આવી રહી હોવાની જાણ થઈ તો તેઓએ વિરોધ પણ કર્યો અને આરોપીઓની ધરપકડની માંગ કરી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આ અંગે તપાસ હાથ ધરી હતી. લોકોના ગુસ્સાને જોતા મંદિર પરિસરની આસપાસ મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે લગભગ 5 વાગે હાપુડના ચાંડી રોડ સ્થિત ચંડી મંદિરમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મંદિરમાં ઘુસ્યો અને પરિસરમાં જમીન પર બેસીને નમાઝ પઢવા લાગ્યો. મહિલા શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો કે આ વ્યક્તિએ કથિત રીતે ફ્લોર પર નમાજ અદા કરી હતી. બાદમાં જ્યારે કેટલાક ભક્તો વધુ પહોંચી ગયા તો તેઓએ તે વ્યક્તિને મંદિરની બહાર ફેંકી દીધો. ઘટનાની માહિતી મળતા જ સિટી કોટવાલ સંજય પાંડે મંદિરે પહોંચી પૂજારી અને અન્ય લોકોની પૂછપરછ કરી હતી અને ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો
2000 Note: 1.80 લાખ કરોડની 2000ની નોટો RBI પાસે જમા થઈ ગઈ, હવે RBI આ નોટનું શું કરશે?
’17 વર્ષની ઉંમરે પણ છોકરીઓ બાળકને જન્મ આપતી હતી, કારણ કે…. ગુજરાત હાઈકોર્ટના જજે વકીલને કહ્યું
બિપરજોય વાવાઝોડું ભારતની એકદમ નજીક પહોંચી ગયું, ગુજરાત સહિત આટલા રાજ્યો માટે મોટો ખતરો, એલર્ટ જારી
બીજી તરફ માહિતી મળતાં જ એસપી અભિષેક વર્મા, એએસપી મુકેશ મિશ્રા સહિતનો પોલીસ દળ મંદિરે પહોંચી ગયો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંદિર પ્રબંધન સમિતિના વિનીત અગ્રવાલ કાલી વાલે જણાવ્યું કે મંદિર પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી છે. FIR નોંધવામાં આવી રહી છે. ભાજપ સહિત હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કાર્યવાહીની માંગ કરી હતી.