રાજ કુંદ્રા બાદ હવે એની કંપનીના આઈટી હેડની ધરપકડ, આ રીતે થતું ડિલીંગ

પોર્નોગ્રાફી સર્જનના મોટા રેકેટમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને કારાવાસ થયા બાદ એની કંપનીના આઇટી હેડ રાયન થૉર્પની પોલીસે ધરકકડ કરી છે. બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટો તેમને તા.23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. બીજીતરફ અશ્લીલ ફિલ્મ બનાવી કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતી એની વિગત પોલીસે આપી હતી.

નોંધનીય છે કે જે કંપની પર પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા છે. તેને અગાઉ છોડી દીધી હોવાનો દાવો રાજ કુંદ્રાએ કર્યો હતો. ગત ફેબ્રૂઆરી મહિનામાં મલાડના મઢ પરિસરમાં એક બંગલૉમાં પોલીસે છાપો મારતા અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટની જાણ થઇ હતી. અગાઉ આ મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સંડોવણીની પોલીસને ખબર પડી હતી. એ સમયે પ્રોડ્યુસર એકતા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે કલાકો સુધી રાજ કુંદ્રાની પૂછપરછ કરી હતી. પછી છેવટે રાતે તેની ધરપકડ કરવામાં આવી હતી. હેવ કંપનીના આઇટી હેડ રાયન થૉર્પને પણ પકડવામાં આવ્યો હતો.

Raj Kundra sent to police custody till July 23 in pornographic films case |  People News | Zee News

મુંબઇ પોલીસે આરોપીની મોડસઓપરેન્ડીની માહિતી આપતી કહ્યું કે ફિલ્મોમાં કામ કરવાના સપના જોતી મહિલા કલાકારનો ફોન પર સંપર્ક કરવામાં આવતો હતો. વેબ સિરીઝ અને ફિલ્મમાં કામ આપવાને બહાને તેમનુ ઑડિશન લેવામાં આવતુ હતુ. બૉલ્ડ સીનના નામે તેમની પાસે સેમીન્યૂડ અને ન્યૂડ સીનનું શૂટીંગ કરાવવામાં આવતુ હતું. આ બાબતનો અમૂક અભિનેત્રીએ વિરોધ કર્યો હતો. જ્યારે અન્ય કેટલીક મોડલ આ અંગે દાવો કરી રહી છે. તેમણે પોલીસને પણ ફરિયાદ કરી હતી. એની નાની કિલપ્સ, શોર્ટ ફિલ્મ બનાવીને વેબસાઇટ અને મોબાઇલ એપ્સને વેચવામાં આવતી હતી. આ કેસમાં અગાઉ ફિલ્મ નિર્માતા સહિત અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી ઉમેશ કામત ભારતમાં કુંદ્રાની કંપનીના કામનું સંચાલન સંભાળતો હતો. કુંદ્રાની કંપનીએ લંડનની એક કંપની સાથે જોડાણ કર્યું હતું. કુંદ્રાનો બનેવી આ કંપની સંભાળતો હોવાની આશંકા છે. કંપનીની એક ઍપ હતી. લંડનની કંપની હોવ છતા કન્ટેટ અને ઍપ ઑપરેશન ઍકાઉન્ટિંગ કુંદ્રાની કંપની દ્વારા કરવામાં આવતુ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

વોટ્સએપ ચૅટમાંથી માહિતી મળી રાજ કુંદ્રાની વ્હૉટસઍપ ચૅટથી પોલીસને કેસમાં મહત્વની માહિતી મળી છે. આ ચૅટમાં કુંદ્રા અને પ્રદીપ બક્ષી હૉટશૉટ્સ એપ્લિકેશન અને આર્થિક વ્યવહાર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અશ્લીલ ફિલ્મથી કુંદ્રાને દરરોજ લાખો રૂપિયાની કમાણી થતી હોવાનુ ચૅટ પરથી જાણવા મળ્યું હતું. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપનો તે ઍડમિન હતો. આ ગ્રૂપમાં રાજ ઉપરાંત પ્રદીપ બક્ષી અને અન્ય વ્યકિતઓ હતી. ઓક્ટોબર, 2020ની આ ચેટ હતી. ઍપને દરરોજ શૉ દ્વારા રૂ.1.85 લાખ અને ફિલ્મથી 4.53 લાખ રૂપિયા મળતા હતા. અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી હૉટશૉટ્સના 20 લાખ સબ ક્રાયબર હતા.

Translate »