શાબ્બાશ દીકરી, છલાંગ મારીને ગોલ્ડ મેળવી લીધો એ પણ કોઈ પ્રકારના કોચની ટ્રેનિંગ વગર

જામનગરના જોડિયા તાલુકાના કુન્ન્ડ ગામની નકુમ હેમાલી રામજીભાઈએ નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોચ વગર જ ભારતનું પ્રતિનિધિત્વ કરી લોગ જમ્પમાં 5.5 મીટરનું જમ્પ લગાવી પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવી જામનગરનું હિર ઝળકવ્યું છે.

જામનગર જિલ્લાની 23 વર્ષની હેમાલીને બાળપણથી જ જુદી જુદી ગેમ્સમાં રસ હતો. કોલેજ દરમિયાન તેણી કબડી,વોલીબોલ જેવી રમતો રમતી હતી. પરંતુ 1 વર્ષ પહેલાં તેમના પિતા રામજીભાઈનું કેન્સરથી મૃત્યુ થતા અભ્યાસ અને રમત છોડીને ઘરની જવાબદારી સ્વીકારી લીધી. પણ રમત પ્રત્યેનો રસ ઓછો ન થયો. હેમાલીને પર્વત પર ચડવાની ટ્રેનિંગ દરમિયાન લોંગ જમ્પ ગેમમાં આગળ વધવાની ઇચ્છા હતી. જામનગર જિલ્લાના જોડિયા પાસે આવેલા એવા કુન્ન્ડ ગામમાં જ દિવસ સમય મળે ત્યારે એક કલાક કોચ વિના આ ગેમ્સ માટે પ્રેક્ટિસ કરતી હતી.

અત્યાર સુધીમાં લોંગ જમ્પ માં હેમાલીએ મનાલી ખાતે નેશનલ માં 4.50 મીટરનો લોંગ જમ્પ લગાવી પ્રથમ આવી હતી. નેશનલ લેવલની રાજકોટ ખાતે રમતમાં ત્રીજા ક્રમાંકે આવી હતી. આર્થિક પરિસ્થિતિ પોતાના પરિવારની સારી ન હોવાના કારણે હેમાલી ઇન્ટરનેશનલ ગેમ રમવા જવા માટે પહેલા તો તૈયારી દર્શાવી ન હતી પણ સમાજે આગળ આવી રૂ. 25000ની સહાય કરી હતી. આથી તે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે નેપાળના પોખરાજમાં જઈને ગુજરાત જ નહીં ભારત દેશનો ડંકો વગાડી આવી છે. કોચ વિના તેણી ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. હેમાલીના પરિવારમાં છ બહેનો છે. જેમાં હેમાલી સૌથી નાની છે. છેલ્લા ત્રણ વર્ષથી ઘરનું ગુજરાન સારી રીતે ચલાવવા માટે તેણી ધો.1થી 7 ના ટ્યુશન કરાવી રહી છે. નેપાળમાં એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયા 2020-21 મા૆ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ હાંસલ કરી આવી છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન પર સમાજના આગેવાનો થતા સ્થાનિક લોકોએ તેમનું ફૂલહાર અને બુકે આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Translate »