નકલીનો રાફડો ફાટ્યો… જૂનાગઢના ગાદોઈ ગામ પાસે નકલી ટોલનાકું ઝડપાયું, અસલી-નકલીના ભેદ વચ્ચે પીસાઈ ગુજરાતની જનતા

Desk Editor
By Desk Editor
Share this Article

Junagadh News: નકલી.. નકલી.. નકલી.. ગુજરાતમાં હવે એવી સ્થિતિ છે કે શું અસલી અને શું નકલી એ સમજાતુ નથી. પરંતુ અસલી અને નકલીના ભેદ વચ્ચે ગુજરાતની જનતા છેતરાઈ રહી છે. તાજેતરમાં જ મોરબીમાં આખેઆખું ટોલનાકુ નકલી પકડાયું હતું. જેના પરથી કરોડોનો ટોલ વસૂલાયો હોવાનો પણ ખુલાસો થયો હતો.

ત્યારે હવે મોરબી બાદ ગુજરાતના વધુ એક જિલ્લામાંથી નકલી ટોલનાકું પકડાયું છે. જુનાગઢમાં વાહનોને ડાયવર્ટ કરી પૈસા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

600 લોકોની ટીમ, 6 મહિના રાત-દિવસ મહેનત, 15 લાખ ફૂલ-છોડ, 150 વેરાયટી…. ત્યારે જઈને તૈયાર થાય છે એક ફ્લાવર શો

Bullet Train: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેનને લઈને મોટું અપડેટ, સરકારે આ કામ 100 ટકા કર્યું પૂર્ણ, જાણો ક્યારે થશે શરૂ?

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સીધી અસર, વિદેશ કરતાં પણ અયોધ્યાનું ભાડું મોંઘુ પડશે, જાણો કેટલા રૂપિયા?

મેનેજરે આક્ષેપો કરતા જણાવ્યુ કે ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી વાહનોને જવા દે છે. આરોપ લગાવાયો છે તે ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને અગાઉ અમુક શખ્સોએ હથિયારો રાખી કર્યો હતો રસ્તો બંધ કર્યો હતો. જો કે ગાદોઈ ગામના સરપંચના પતિએ ટોલ મેનેજરના આક્ષેપોને નકાર્યા હતા.


Share this Article