Junagadh News: જૂનાગઢમાં ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રસૂતિ બાદ ત્રણ મહિલાઓની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચારી મચી છે. સપ્ટેમ્બરમાં પ્રસૂતિ બાદ ત્રણ મહિલાઓની તબિયત બગડી હતી. તબિયત લથડતા એક મહિલાનું મોત નિપજ્યું જે મહિલાઓના નામ છે હિરલ મિયાત્રા, સુમૈયા કચરા, હસીના લાખા, તૃપ્તિ કાચા અને હર્ષિતા બાલસ.
અન્ય 4 મહિલાઓ છેલ્લા 5 મહિનાથી ડાયાલિસિલ પર જીવવા માટે મજબૂર બન્યા છે. જો કે, સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. PMJAY કાર્ડ પર તમામ પ્રસૂતિ થઈ હોવાની માહિતી સામે આવી છે. તો બીજી તરફ પીડિત પરિવારે ન્યાયની માગ કરી છે.
જૂનાગઢમા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હેલ્થ પ્લસ હોસ્પિટલમા પ્રસૂતિની સારવાર માટે આવેલી 5 મહિલાને કિડની ફેલ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીજેરિયન બાદ કિડની ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ કિડની ફેલ થઈ હતી. 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ થયાની વિગતો સામે આવી છે.
ચીન-જાપાન જોતા જ રહ્યા, ભારત આગળ નીકળી ગયું, રૂપિયાએ દુનિયાને પોતાની તાકાત બતાવી! જાણો રીપોર્ટ
જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગે આ મુદ્દે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું છે કે, હોસ્પિટલમા છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 3500 ઓપરેશન થયેલા છે જે બધા સફળ રહ્યા છે, આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાની પણ વાત જણાવાઈ હતી. ઓગસ્ટ સપ્ટેમ્બરમા બનેલા બનાવ અચાનક પ્રકાશમાં આવતા અનેક સવાલો સતાવી રહ્યા છે.