ગુજરાતમાં પધારી કેરીનો રસ પીને કાર્તિક અને કિયારા ખુશ-ખુશ થઈ ગયા, અમદાવાદ અને વડોદરામાં ભાખરી, શાક, દાળ, કઢી, ફરસાણ પણ ખાધું

બોલિવુડ એક્ટર્સનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. મોટાભાગના સેલિબ્રિટી તેમની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે અહીંયા અચૂકથી આવે છે. ગુરુવારે રણવીર સિંહ બાદ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમણે સૌથી પહેલા અમદાવાદ અને ત્યારબાદ વડોદરાની મુલાકાત લીધી હતી. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફિલ્મને પ્રમોટ કરવા માટે તેઓ અલગ-અલગ મીડિયમનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ સંદર્ભમાં તેઓ ગુજરાત આવ્યા હતા. બંને શહેરમાં કાર્તિક અને કિયારાને જાેવા માટે ફેન્સે જબરદસ્ત ભીડ કરી હતી. બંને એક્ટર્સે તો અમદાવાદમાં લંચ પણ લીધું હતું અને કેસર કેરીના રસની જયાફત ઉડાવી હતી. કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમદાવાદની મુલાકાત દરમિયાનની તસવીરો શેર કરી છે. જેમાં તેની સાથે કિયારા અડવાણી પણ જાેવા મળી રહી છે. એક્ટરે ફિલ્મના પ્રમોશન દરમિયાન લોન્ગ સ્લીવના વ્હાઈટ ટીશર્ટની સાથે રિપ્ડ જીન્સ અને શૂઝ પહેર્યા હતા.

તો કિયારાએ ગ્રીન કલરના ટોપ અને શરારાની સાથે દુપટ્ટો પણ નાખ્યો હતો. બંનેએ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી ખાધી હતી. તેણે જે તસવીર શેર કરી છે, તેમાં તેમની થાળીમાં ભાખરી, શાક, ગુજરાતી દાળ, ગુજરાતી કઢી, ફરસાણ અને રાયતાની કેરીનો રસ પણ જાેઈ શકાય છે. ગુજરાતી થાળીમાં બંનેને સૌથી વધારે કેરીનો રસ ભાવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન બંને એક્ટર્સ પઝલ રમ્યા હતા.

જેમાં કાર્તિક આર્યન જીત્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે ‘કેમ છો અમદાવાદ?’. અમદાવાદ બાદ ગુરુવારે સાંજે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી વડોદરા ગયા હતા. ત્યાં બંનેની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ આવ્યા હતા. એક્ટરે વડોદરાની મુલાકાતનો પણ વીડિયો શેર કર્યો છે. જેમાં તેને વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમમાં જાેઈ શકાય છે, તો કિયારા અડવાણીએ પિંક આઉટફિટ પહેર્યું છે.

વીડિયોમાં તે કહી રહ્યો છે ‘કેમ છો વડોદરા?…ભૂલ ભૂલૈયા ૨…ફિલ્મ જાેવા જશો કે નહીં?…બધા મજા કરવાના છે’. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે ‘સબ મજા કરનેવાલે હૈ’. જણાવી દઈએ કે, ‘ભૂલ ભૂલૈયા ૨’ એ આ જ નામથી બનેલી ફિલ્મની સીક્વલ છે, જે ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. આશરે ૧૫ વર્ષ બાદ ફિલ્મનો બીજાે ભાગ આવ્યો છે. પહેલા ભાદમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન લીડ રોલમાં હતા. જેમાં ‘મંજુલિકા’નું પાત્ર ખૂબ જ ફેમસ થયું હતુ.

Translate »