લાખોના પગારને ઠોકર મારી દીધી, છાતી ચીરી નાંખે એવો સંઘર્ષ કરીને ડોક્ટર વર્ગીસે આખી દુનિયામાં ‘અમુલ’નો ડંકો વગાડ્યો

આપણા સૌના ઘરમાં સવાર સાંજ એક નામ જરૂર લેવામાં આવા છે. એ એટલે કે અમુક. પરંતુ તેની પાછળની ક્રાંતિ અને સંઘર્ષ ખરેખર જાણવા જેવો છે. ત્યારે આવો વાત કરીએ આજના આ ખાસ દિવસની. આજે લેજેન્ડરી પર્સનાલિટી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો 98 નો જન્મદિવસ છે જેની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. મિલ્ક રિવોલ્યુશન કેપિટલ આણંદ ખાતે પણ અનેરો માહોલ છે. આજે સમગ્ર દેશ નું નામ રોશન કરનાર અમુલ ડેરી ડોક્ટર વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિ અને કાર્યક્ષમતાનું સમગ્ર વિશ્વમાં ઉદાહરણ પૂરું પાડી રહી છે. કારણ કે અમુલ ડેરી આજે એશિયાની નંબર 1 ડેરી છે, દૂધ ઉત્પન્ન ક્ષમતાની વાત કરવામાં આવે તો 30 લાખ લીટર પર ડે ની કેપેસિટી ધરાવતી આ કૉ ઓપરેટિવ ડેરી છે.

પરંતુ આ કો ઓપરેટિવ એટલે કે લોકો દ્વારા ચાલતી સંસ્થા અને તેને ઉભી કરવાનો શ્રેય જાય છે ડૉ વર્ગીસ કુરિયનને જેને આજે આપણે ‘મિલ્ક મેન ઓફ ઇન્ડિયા’, ‘ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન’, ‘શ્વેત ક્રાન્તિના પ્રણેતા’ જેવા ઘણા અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. ડૉ.વર્ગીસ કુરિયન જેમના થકી આજે ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે અને ખેડુતો તેના થકી એક સારી આવક થઈ રહી છે. ડૉ. વર્ગીસ કુરિયન પાસે એટલી ડિગ્રી હતી કે તે ધારે તે કંપની માં ઊંચા હોદ્દા ઉપર સારા પગારે નોકરી કરી અને તેમનું જીવન સુખ શાંતિથી વ્યતીત કરી શકતા હતા. કુરિયન પાસે સંપત્તિનો પણ અભાવ ન હતો.

જો પરિવાર વિશે વાત કરવામાં આવે તો તેમના પિતા કોચીમાં સિવિલ સર્જન હતા પરંતુ કુરિયનમાં નાનપણથી કંઈ અલગ કરવાનું ઝૂનૂન હતું. તેથી જ તેમને દૂધ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી અને એક નવી જ શરૂઆત કરી અને પદ્મ શ્રી અને પદ્મવિભૂષણ જેવા સમ્માન મેળવી અને આજે અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

વિગતે વાત કરવામાં આવે તો ડૉ. કુરિયન ભૌતિક શાસ્ત્રમાં સ્નાતક હતા અને અમેરિકામાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવતા હતા. આવી વ્યક્તિનું તે સમયે અદ્યોગિક કંપનીઓમાં સારા પગારે નોકરી મેળવવી ઘણુ જ સરળ હતું પરંતુ ડો કુરિયન તે સમયે દૂધ ઉત્પાદન ક્ષેત્રે મિલ્ક પાવડર કન્ડેશન્સ મિલ્ક અને ડેરી ઉત્પાદનો પર કામ કરવા લાગી ગયા. ત્યારબાદ મદ્રાસના લોયેલા કોલેજમાંથી સ્નાતક અને બીઇ મિકેનિકલ અને અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ઉપાધિ લીધા પછી ડૉ. કુરિયને તેમની કિસ્મતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અજમાવી.

આગળ વાત કરવામાં આવે તો કઠોર પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતને દૂધ ક્રાંતિમાં એક અલગ જ ઉંચાઈ હાંસલ કરવી. ડૉક્ટર વર્ગીસ કુરિયનની શ્વેતક્રાંતિ માટેની પ્રથમ શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ સૌ પ્રથમવાર આણંદ આવ્યા હતા. જ્યારે તેઓ ગુજરાતમાં સરકારી રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડેરી એન્જિનિયર તરીકે નિમણૂંક પામ્યા અને પોતે વિજ્ઞાનના છાત્ર હોવાના કારણે તેઓને પહેલેથી જ ટેક્નોલોજી અને નવા પ્રયાસોને પ્રાયોગિક દ્રષ્ટિકોણ આપવાની ઇચ્છાઓના કારણે તેમણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગાયોના દૂધની જગ્યાએ ભેંસના દૂધને પ્રાધાન્ય આપવા માટે કામ ચાલુ કર્યું. ત્યારના ચાલતા સંઘમાં તેમણે રજૂઆત કરી કે, શક્ય હોય તો ભેંસના દુધના ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને તેને વ્યવસાયિક આપી ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે રસ દાખવવા માટે પ્રોત્સાહિત કરો બસ આ જ ક્ષણથી ભારત દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનું પ્રથમ સોપાનની શરૂઆત થઈ.

આ સોપાન વિશે વાત કરીએ તો તેમણે જોતજોતામાં ખેડા દૂધ ઉત્પાદન સંઘ અસ્તિત્વમાં આવ્યો. સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા યથાર્થ પ્રયત્નો કરી today સહકારી મંડળીઓના માળખા તૈયાર કરી તેમના દ્વારા દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે દિશામાં ક્રાંતિકારી પગલાં હાથ ધરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપ આજે અમુલ ડેરી સમગ્ર વિશ્વમાં ડોક્ટર વર્ગીસ કુરિયન દીર્ઘદ્રષ્ટિ કોણનો ડંકો વગાડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.

Translate »